ઉદયપુર, તા.13 : રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની 3 દિવસીય ચિંતન શિબિરમાં પાર્ટીએ આંતરિક રીતે ધરમૂળ બદલાવનો સંકેત આપી કેટલાક નિયમો અને ખાસ શરતો પર ચર્ચા કરી છે. એક પરિવાર, એક ટિકિટના નિયમ પર સહમતિ સાધી હોવાનું સામે આવ્યું છે જો કે નવા નિયમો અને શરતોથી ગાંધી પરિવારને છૂટ રહેશે. કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લાગતો આવ્યો છે જેથી એક પરિવાર, એક ટિકિટની ફોર્મ્યૂલા ઘડાયાનું માનવામાં આવે છે. સૂત્રો અનુસાર નવા નિયમો અને શરતો અંગે જે ચર્ચા-વિચારણાં કરવામાં આવી છે તેમાં ઉંમરનો મુદ્દો મહત્ત્વનો છે. અડધો અડધ પદ પ0 વર્ષથી ઓછી ઉંમરના માટે અનામત રાખવા પ્રસ્તાવ છે. એ સિવાય ચૂંટણીમાં એક પરિવારમાં કોઈ એક ને જ ટિકિટ આપવામાં આવશે. જો કે ગાંધી પરિવારને આવા નિયમમાં છૂટ આપવાની વાત ઉઠી હતી. આવા અનેક મુદ્દાઓ પર પાર્ટીની નેતાગીરી મનોમંથન કરી રહી છે. ચિંતન શિબિરની શરૂઆત શુક્રવારે સોનિયા ગાંધીના સંબોધન સાથે થઈ હતી ત્યાર બાદ 6 અલગ અલગ જૂથના નેતાઓ ચર્ચા માટે બેઠા હતા જેમાંથી નિકળનારા તારણોને ‘નવસંકલ્પ’ તરીકે કોંગ્રેસ કાર્ય સમિતિ 1પ મે ના રોજ મંજૂરી આપશે. રાહુલ ગાંધી શિબિરના છેલ્લા દિવસે 1પ મે ના રોજ સંબોધન કરશે. પાંચ રાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની આ પહેલે મહત્ત્વની ચિંતન શિબિર છે જેમાં પાર્ટીના 400થી વધુ પદાધિકારીઓ નિષ્પ્રાણ સમાન પાર્ટીમાં નવો જીવ ફૂંકવા મનોમંથન કરવા એકઠા થયા છે. ર014ની ચૂંટણીમાં પરાજય બાદથી કોંગ્રેસમાં એક પરિવાર, એક ટિકિટની માગ ઉઠી રહી છે. આવા નિયમ અંગે અગાઉ કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી. સમયસર જરૂરી બદલાવ અને ધ્રુવીકરણના રાજકાર, સોફટ હિંદુત્વ સહિત વિવિધ મુદ્દાઓ પર ભાજપનો મુકાબલો કેવી રીતે કરવો? તે બાબત ચિંતન શિબિરમાં ઉઠી છે.
�રી પંડિત કર્મચારીઓએ સુરક્ષા વગર પોતાનાં કામકાજ ઉપર નહીં જવાની ચેતવણી પણ ઉચ્ચારી હતી.
અમિત નામના એક કાશ્મીરી પંડિતે માગ કરી કે સરકાર અમોને સુરક્ષા ઉપલબ્ધ કરાવે. નહીં તો અમે સામૂહિક રાજીનામા આપીશું.
��ોકેશન બાંદીપુરા વિસ્તારમાં ટ્રેક કરવામાં આવ્યું હતું.છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મહિલા સહિતના શખસોને ઝડપી લેવા તજવીજ ચાલે છે. આ બનાવ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ. જે.વી. ધોળાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો છે
એક પરિવાર, એક ટિકિટ: કોંગ્રેસનો ‘નવસંકલ્પ’ નવા નિયમ-શરતોથી ગાંધી પરિવારને વિશેષ છૂટ
