પ્રદર્શનકારી પંડિતો પર લાઠીચાર્જ

પ્રદર્શનકારી પંડિતો પર લાઠીચાર્જ
રાહુલની હત્યાની તપાસ માટે  SITની રચના
જમ્મુ, તા.13 : કાશ્મીરના બડગામમાં ગુરુવારે આતંકીઓએ  કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની કરેલી નિર્મમ હત્યા મામલે વિરોધ પ્રદર્શન યોજનારા કાશ્મીરી પંડિતો પર લાઠીઓ વિંઝવામાં આવી છે. ટીયર ગેસના સેલ પણ ઝીંકવામાં આવ્યા. આ હત્યાકાંડથી કાશ્મીરી પંડિતોમાં રોષ છે. તેઓ ફરી એકવાર મૂંઝવણમાં છે કે શું ઈતિહાસનું પુનરાવર્તન થશે ? અહીં રહેવું કે નહીં ? કેન્દ્ર સરકારના દાવાથી વિપરિત કાશ્મીરી પંડિતોની સુરક્ષા આજે પણ ભગવાન ભરોસે છે. શુક્રવારે અન્ય એક બનાવમાં આતંકીઓએ પુલવામામાં ઘરમાં ઘૂસીને એક એસપીઓની હત્યા કરી હતી. દરમિયાન રાહુલ ભટ્ટની હત્યાની તપાસ માટે સરકાર દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત રાહુલની પત્નીને નોકરી અને પુત્રી માટે અભ્યાસનાં ખર્ચની રાહતની ઘોષણા કરવામાં આવી હતી.
રાહુલના પિતા બિટ્ટાજી ભટ્ટે આરોપ લગાવ્યો કે આતંકીઓએ સરકારી ઓફિસમાં ઘૂસીને પહેલા સવાલ પૂછયો હતો કે રાહુલ ભટ્ટ કોણ છે ? આસપાસ 4 વ્યક્તિ હાજર હતા, રાહુલ ભટ્ટે જ્યારે જવાબ આપ્યો કે હું છું...પછી તેને ગોળી મારી હતી. કાવતરા હેઠળ આ હત્યાને અંજામ અપાયો હતો. રાહુલનો પરિવાર, સગા-સંબંધીઓ, મિત્રો અને કાશ્મીરી પંડિતો ઘેરા આઘાતમાં છે. દરમિયાન જમ્મુના બનતાલાબ ખાતે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં કાશ્મીરના વિવિધ ભાગોમાં કાશ્મીરી પંડિત એસોસીએશન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું અને ન્યાયની માગ કરી હતી. આજે શુક્રવારે ઘાટીમાં માર્ગો ઉપર ઉતરીને કાશ્મીરી પંડિતોએ વિરોધી દેખાવ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ નારાબાજી પણ કરી હતી. જમ્મુ-શ્રીનગર હાઈવે અને બારામુલ્લા-શ્રીનગર હાઈવે જામ કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાશ્મીરી પંડિત કર્મચારીઓએ સુરક્ષા વગર પોતાનાં કામકાજ ઉપર નહીં જવાની ચેતવણી પણ ઉચ્ચારી હતી.
અમિત નામના એક કાશ્મીરી પંડિતે માગ કરી કે સરકાર અમોને સુરક્ષા ઉપલબ્ધ કરાવે. નહીં તો અમે સામૂહિક રાજીનામા આપીશું.
��ોકેશન બાંદીપુરા વિસ્તારમાં ટ્રેક કરવામાં આવ્યું હતું.છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મહિલા સહિતના શખસોને ઝડપી લેવા તજવીજ ચાલે છે. આ બનાવ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ. જે.વી. ધોળાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો છે

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer