કાશ્મીરી પંડિતને 24 કલાકમાં ન્યાય : 3 આતંકી ઠાર

કાશ્મીરી પંડિતને 24 કલાકમાં ન્યાય : 3 આતંકી ઠાર
બાંદીપોરામાં સેનાએ પાર પાડયું સફળ ઓપરેશન ઈં હત્યામાં સામેલ હતા બે પાકિસ્તાની આતંકી
શ્રીનગર, તા. 13 : કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરનારા આતંકવાદીઓને સેનાએ 24 કલાકની અંદર ઠાર કરી દીધા છે. સેનાએ રાહુલની પત્ની મીનાક્ષીને વચન આપ્યું હતું કે બે દિવસની અંદર આતંકવાદીઓને ઢેર કરી દેવામાં આવશે. જો કે સેનાએ 24 કલાકની અંદર પોતાનું વચન પુરૂ કર્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સેનાએ બાંદીપોરામાં શુક્રવારે સાંજે ત્રણ આતંકવાદી ઠાર કર્યા હતા. જેમાંથી બે રાહુલની હત્યામાં સામેલ હતા. આ આતંકીની ઓળખ ફૈસલ અને સિકંદરના રૂપમાં થઈ છે. બન્ને પાકિસ્તાની છે. જ્યારે ત્રીજો આતંકી ગુલઝાર અહેમદ છે.
કાશ્મીરના આઈજીએ કહ્યું છે કે થોડા સમય પહેલા લશ્કર એ તૈયબાના બે પાકિસ્તાની આતંકી ઘુસણખોરી કરીને ભારતમાં પહોંચ્યા હતા. બાંદીપોરામાં આ આતંકવાદીઓ સાથે જ સેનાની અથડામણ થઈ હતી. જો કે 11 મેના રોજ થયેલા ઓપરેશનમાંથી બન્ને આતંકી નાસી છુટયા હતા અને સાલિંદર વન ક્ષેત્રમા છુપાય ગયા હતા. જ્યારે એક ઠાર થયો હતો. આ નાસેલા આતંકી બરાર વિસ્તારમાં હોવાના ઈનપુટ મળ્યા હતા. જેને લઈને સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. જેમાં ત્રણ આતંકી ઠાર થયા હતા.  ઠાર થયેલા આતંકીમાંથી ફૈસલ ગયા વર્ષે 10 ડિસેમ્બર અને 11 ફેબ્રુઆરીના રોજ ગુલશન ચોક અને નિશાત પાર્કમાં આતંકી હૈદર સાથે ત્રણ પોલીસ કર્મીની હત્યામાં સામેલ હતો.
ઉપરાજ્યપાલ મનોજ સિંન્હાએ પણ થોડા સમય પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે, રાહુલ ભટ્ટના પરિજનો સાથે મુલાકાત કરી છે. તેઓને ન્યાયનું આશ્વાસન આપવામાં આવ્યું છે. અહેવાલ પ્રમાણે ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા દળોને આતંકી હુમલાને લઈને એલર્ટ જારી કર્યું હતું. એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બાંદીપોરા વિસ્તારમાં ત્રણ અજ્ઞાત આતંકવાદીની મુવમેન્ટ ટ્રેક કરી હતી. 30 એપ્રિલના પણ ઉર્દુ બોલનારા બે પાકિસ્તાની આતંકવાદી અને એક લોકલ આતંકવાદીનું લોકેશન બાંદીપુરા વિસ્તારમાં ટ્રેક કરવામાં આવ્યું હતું.છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મહિલા સહિતના શખસોને ઝડપી લેવા તજવીજ ચાલે છે. આ બનાવ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ. જે.વી. ધોળાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો છે

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer