હજુ ગરમીથી રાહત નહીં મળે સૌરાષ્ટ્રમા ઓરેન્જ એલર્ટ જાહેર

અમરેલી અને સુરેન્દ્રનગરમાં 44, રાજકોટ 43.4, અમદાવાદ 43.3 ડિગ્રી ં: આકરા તાપના કારણે બપોરે રસ્તા પર કફર્યૂ જેવો માહોલ
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા. 13 : ગુજરાતમાં મે મહિનામાં આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવો અહેવાસ થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી આકરો તાપ પડી રહ્યો હોવાથી લોકો પણ અકળાઇ ઉઠયા છે. ત્યારે હજુ લોકોને ગરમીમાંથી રાહત નહીં મળે એવું હવામાન વિભાગની આગાહી પરથી જોવા મળી રહ્યુંં છે.  હવામાન વિભાગે હજુ એક દિવસ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. તદુપરાંત એક દિવસ હીટવેવ બાદ આગામી 4 દિવસ રાજ્યમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. સૌરાષ્ટ્ર તથા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. 
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ ગરમીનો પ્રકોપ અતિ તીવ્ર રહેવાની શક્યતા સેવાઇ રહી છે.હિટવેવને લીધે લોકોને ભર બપોરે ઘરની બહાર કામ સિવાય નહીં નીકળવાની સલાહ આપી છે, તો સાથોસાથ પાણી સહિત કુદરતી ઠંડા પીણાંનું સેવન વારંવાર કરવા કહ્યું છે. દરમિયાનમાં આજે અમદાવાદમાં ગરમીમાં રાહત રહી હતી. અમરેલી અને સુરેન્દ્રનગરમાં 44, રાજકોટ 43.4,અમદાવાદ 43.3,  ભાવનગરમાં 40.2, જૂનાગઢમાં  40 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer