હાર્દિકે પટેલે ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં જવાનું ટાળ્યું

હાર્દિકના ભાજપ પ્રવેશની અટકળો ફરી એકવાર બની તેજ: કોંગ્રેસ છોડવાનો નિર્ણય લેતા પહેલા અલ્પેશ કથીરિયા અને નરેશ પટેલ સાથે બેઠક કરશે
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.13: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં મોટો ભૂકંપ આવી શકે છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની પક્ષ સાથેની નારાજગીએ ગંભીર સ્વરૂપ લીધું છે. કોંગ્રેસના પંજાનો સાથ છોડી નજીકના દિવસોમાં ભાજપમાં જોડાઈ શકે છે તેવા અહેવાલો ચર્ચાની એરણે છે. તેની પાછળના કારણોમાં ખાસ કરીને રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે હાર્દિક સાથે વાત કરવાનું તો ઠીક, તેની નોંધ લેવાનું પણ ટાળ્યું હતું. જેના પગલે નારાજ હાર્દિકે રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં પણ જવાનું ટાળ્યું હતું. હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી ઘણું બધુ કહી જાય છે. જોકે કોઈપણ નિર્ણય લેતા પહેલા હાર્દિક પાટીદાર આંદોલન સમયના નેતાઓને મળશે. ખાસ કરીને અલ્પેશ કથીરિયા અને નરેશ પટેલ સાથે બેઠક કરશે તેવું મનાઇ રહયું છે.
બીજી તરફ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની છેલ્લા કેટલાક દિવસની ગતિવિધિઓ અને નિવેદનને પણ કૉંગ્રેસે ગંભીર ગણી તેની સાથે અંતર જાળવવાની શરૂઆત કરી દીધી છે. ખાસ કરીને રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની મળેલી ચિંતન શિબિરમાં હાર્દિક પટેલની ગેરહાજરીની કોંગ્રેસ હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. જેના પગલે હવે કોંગ્રેસે હાર્દિકને હાંકી કાઢવાનો અંદરખાને નિર્ણય લઈ લીધો હોય એવી શક્યતા નકારી શકાતી નથી. કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓના જણાવ્યા અનુસાર, કેટલાક દિવસથી હાર્દિક દ્વારા જે રીતે જાહેરમાં કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે એનાથી રાહુલ ગાંધી ખુશ નથી.
ભાજપમાં બે જૂથો વચ્ચે હાર્દિકની એન્ટ્રીને લઈને અસમંજસ છે. બે મોટા નેતાઓ વચ્ચે હાર્દિકને ભાજપમાં લેવાને અલગ મત છે. હાર્દિકની ભાજપમાં એન્ટ્રીને લઈને ભાજપના વર્ષો જૂના બે જૂથ ફરી સામસામે આવી શકે છે. આવનારા દિવસોમાં હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરશે તેવી અટકળો સર્જાઈ છે.ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલની અવગણના વધી રહી છે. જેથી નારાજગી પણ વધી રહી છે. હાર્દિક પટેલે કોંગ્રેસ પર વધુ એક આરોપ પણ લગાવ્યો છે અને કહ્યું કે,  મારો કોઈ ગોડફાધર હોત તો કોંગ્રેસમાં મારી ગણના થાત પણ  નથી થઈ રહી. તેમણે કહ્યું કે મને આશા છે કે ચિંતન શિબિર પછી કોંગ્રેસ હાઈકમાન્ડ ગુજરાતને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છેેશ પ્રાણશંકર વ્યાસ, દિલ્હીની તનુજાસિંગ વગેરે સંડોવાયેલા છે. આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ક્રાઇમ બ્રાંચની એક ટીમને તપાસાર્થે દિલ્હી રવાના કરવામાં આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મહિલા સહિતના શખસોને ઝડપી લેવા તજવીજ ચાલે છે. આ બનાવ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ. જે.વી. ધોળાની ફરિયાદ પરથી ગુનો નોંધવામાં આવ્યો છે

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer