મુંબઇના દંપતી સહિત ચાર સામે 81.77 લાખની ઠગાઇની ફરિયાદ

અમારા પ્રતિનિધિ તરફથી 
સુરત, તા. 13:શહેરમાં આવેલ અવધ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીને મુંબઇનું ઠગબાજ દંપતી ભેટી ગયું હતું. શેખ દંપતીએ બે દલાલ મારફતે રૂપિયા 81.77 લાખનો માલ લીધા બાદ પૈસા નહી આપી હાથ ઊંચા કરી લીધા હતા. એટલું જ નહી પણ ધમકી પણ આપી હતી. 
અલથાણ વિસ્તારમાં રહેતા ફેનીલકુમાર ભરતભાઇ પટેલ ત્રણ વર્ષથી કેતન હસમુખ શાહ સાથે ભાગીદારમાં અવધ ટેક્સટાઇલ માર્કેટમાં એલ.ડી.ઇમ્પે ફર્મ નામની ધંધો કરે છે. ફેનીલકુમાર પાસેથી મુંબઇના ગોરે ગાંવના કમલ અખ્તર શેખ તેની પત્ની નિલોફર  એ દલાલ રાજેશ ખંધેરીયા અને અરાવિંદ 2020માં  કાપડનો માલ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ કુલ રૂપિયા 81,77લાખનો કાપડનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમયમાં પેમેન્ટ નહી ચુકવતા ફેનીલકુમારે ઉઘરાણી કરતા  ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. જેથી ફેનીલકુમાર ઉઘરાણી માટે મુબંઇ જતા આરોપીઓએ અબ મેરે પાસ પૈસે કી બાત મત કરના વરના સુરત મે લાશભી નહી મિલેગી.  તેવી  ધમકી આપી હતી. ફેનીલકુમારે પોલીસ ફરિયાદ નોંધાવતા દંપતી સહિત ચાર આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer