ગુજરાતમાં 23,150 કેસ, 15નાં મૃત્યુ

ગુજરાતમાં 23,150 કેસ, 15નાં મૃત્યુ
-રાજકોટમાં 2029 સહિત સૌરાષ્ટ્રમાં 4256 કેસ, ભાવનગરમાં 3-રાજકોટમાં 1 મૃત્યુ : 4 જિલ્લામાં જ 100થી ઓછા કેસ
 
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ,તા.22 : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે સુનામી બની રહી છે અને પીક પકડી રહી હોય તેવા અણશાર મળી રહ્યા છે. અત્યાર સુધી અમુક ટકા દર્દીને જ હોસ્પિટલાઈઝ કરવા પડતા હોવાનું સાંભળતા લોકો કોરોનાને વિસરીને બેફીકર બન્યા છે. પરંતુ હવે ગુજરાતવાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે, રાજ્યમાં એક જ દિવસમાં વેન્ટિલેટર પરના દર્દીઓમાં મોટો ઉછાળો આવ્યો છે. 21 જાન્યુઆરીએ 172 દર્દી વેન્ટિલેટર પર હતા, જે 22મીએ વધીને 244 થઈ ગયા છે, જે ખતરાની ઘંટડી સમાન છે. બીજી તરફ રાજ્યમાં નવા કેસનો ગ્રાફ પણ ઉપર જઈ રહ્યો છે અને આજે 23,150 નવા કેસ નોંધાયા હતા. આ સાથે 15 દર્દીના કોરોનાથી મૃત્યુ થયાનું જાહેર થયું છે. આ સાથે રાજ્યમાં 22 દિવસમાંજ 112 દર્દીના કોવિડ ડેથ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં પણ કોરોના સંક્રમણ ઝેટ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમાંય સૌથી વધુ કેસ નોંધાતા જિલ્લામાંઓમાં રાજકોટ સૌરાષ્ટ્રમાં પ્રથમ અને રાજ્યમાં ચોથા ક્રમે રહે છે. આજે રાજકોટમાં 2029 સહિત સૌરાષ્ટ્રમાં 4256 કેસ નોંધાયા હતા. જેમાં માત્ર 4 જિલ્લામાં જ 100થી વધુ કેસ નોંધાયા હતા. આ સાથે ભાવનગરમાં 3 અને રાજકોટમાં 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયાનું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 10,45,938ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,230 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 9,5,830 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અત્યારે 1,29,875 એક્ટિવ કેસ છે, જેમાંથી 244 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,29,631 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 8332 કેસનો સમાવેશ થાય છે. જ્યારે બીજા ક્રમે સતત બીજા દિવસે સુરતને પાછળ છોડીને 3709 કેસ સાથે વડોદરા રહ્યું છે. આ ઉપરાંત સુરતમાં 2482, રાજકોટમાં 2029, ગાંધીનગરમાં 874, જામનગરમાં 730, આણંદમાં 565, કચ્છમાં 462, ભરૂચમાં 448, ભાવનગરમાં 436, મોરબીમાં 373, વલસાડમાં 359, બનાસકાંઠામાં 252, નવસારીમાં 240, મહેસાણામાં 238, પાટણમાં 236, અમરેલીમાં 213, સાબરકાંઠામાં 186, ખેડામાં 169, જૂનાગઢમાં 156, સુરેન્દ્રનગરમાં 144, તાપીમાં 87, દાહોદમાં 81, પંચમહાલમાં 74, દેવભૂમિ દ્વારકામાં 73, પોરબંદરમાં 51, નર્મદામાં 46, ગીર સોમનાથમાં 35, મહીસાગરમાં 20, બોટાદમાં 16, અરવલ્લીમાં 12, છોટાઉદેપુર તથા ડાંગમાં 8-8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં જે વધુ 15 કોવિડ ડેથ થયા છે તેમાં અમદાવાદના 6, સુરતના 4, ભાવનગરના 3, રાજકોટ તથા નવસારીના 1-1 દર્દીનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં અત્યારે જે 1,29,875 એક્ટિવ કેસ છે તેમાં સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લામાં અમદાવાદ-49338, સુરત-24874, વડોદરા-15885, રાજકોટ-9129, ગાંધીનગર-4113, ભાવનગર-3100, જામનગર-2961, વલસાડ-2503, ભરૂચ-1820, નવસારી-1647 અને કચ્છ-1484 દર્દીનો સમાવેશ થાય છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer