ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોને રડવાનો વારો

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોને રડવાનો વારો
1800 અબજ ડોલરનું ધોવાણ, બિટકોઈન, ઈથીરિયમમાં જબરા કડાકાથી બજાર ગગડી
નવી દિલ્હી, તા. 22 : ક્રિપ્ટો કરન્સીની વધતી લોકપ્રિયતા વચ્ચે છેલ્લા માત્ર 24 કલાકમાં 1800 અબજ ડોલરનું ધોવાણ થતાં રોકાણકારોને રડવાનો વારો આવ્યો છે.
બિટકોઈન રોકાણકારોને સૌથી વધુ નુકસાન થયું હતું. ભારતી રોકાણકારોમાં સૌથી પ્રિય બિટકોઈનમાં સાત ટકાનો ઘટાડો આવ્યો અને તે 36,759 ડોલરના ભાવ પર પહોંચી ગયો.
બીજી સૌથી લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી ઈથીરિયમમાં પણ નવ ટકાનો મોટો કડાકો બોલી જતાં સવારના કારોબારમાં 2,11,277.4 રૂપિયા ભાવ પર પહોંચી ગઈ હતી.
દરમ્યાન બ્રાઝિલની કંપની ‘ડોક’નાં નિવેદનમાં જણાવાયું છે કે, ડોક ટૂંક સમયમાં ક્રિપ્ટો કરન્સીને આંતરરાષ્ટ્રીય લેવડદેવડમાં ઉપયોગની છૂટ આપશે. જલ્દી આ સુવિધા લેટિન અમેરિકી દેશો તેમજ યુરોપમાં શરૂ  કરવાની તૈયારી છે.
 
 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer