મથુરા નજીક માલગાડીના 15 ડબ્બા થયા ડીરેલ

મથુરા નજીક માલગાડીના 15 ડબ્બા થયા ડીરેલ
મથુરામાં શુક્રવારે મોડી રાત્રે મથુરા દિલ્હી રેલમાર્ગ ઉપર ભુતેશ્વર વૃદાંવન રોડ સ્ટેશન વચ્ચે સીમેન્ટ ભરેલી માલગાડીના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. ટ્રેન રાજસ્થાનથી ગાઝિયાબાદ જઈ રહી હતી. દુર્ઘટનાના કારણે દિલ્હી આગરા મેઈન લાઈન પુરી રીતે ઠપ થઈ હતી. સુચના મળા જ ડીઆરએમ આનંદ સ્વરૂપ સહિત પદાધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. ટ્રેકને ખાલી કરવાનું કામ મોડી રાત્રે જ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને સવાર સુધી કામ ચાલી રહ્યું હતું. દુર્ઘટનાના કારણે ડઝનેક ટ્રેન ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી ડો. શિવમ શર્માએ કહ્યું હતું કે, વંડર સીમેન્ટ સાઈડિંગ રાજસ્થાનથી ગાઝિયાબાદ જઈ રહેલી માલગાડીના 15 ડબ્બા ડીરેલ થયા હતા અને તેના કારણે ત્રણ લાઈન બાધિત થઈ હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer