કલેક્ટરો સાથે વર્ચ્યુઅલ બેઠકમાં વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, તા. 22 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરસિંગ મારફતે દેશના અને જિલ્લાના કલેક્ટરો સાથે બેઠક સંબોધતાં જણાવ્યું હતું કે, બજેટ વધતું રહ્યું પરંતુ આઝાદીનાં 75 વર્ષ પછીયે અનેક જિલ્લા પાછળ રહી ગયેલા છે.
વિપક્ષ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે, આર્થિક વિકાસ આંકડા પર, કાગળ પર જ થતો રહ્યો છતાં અનેક જિલ્લા પર પછાતનું કલંક લાગી ગયું.
આજે આકાંક્ષી જિલ્લાઓ દેશના આગળ વધવાના અવરોધને સમાપ્ત કરી રહ્યા છે. સૌના પ્રયાસોથી ગતિરોધક જિલ્લા ગતિવર્ધક બની ગયા છે. તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, આકાંક્ષી જિલ્લાઓમાં વિકાસ માટે પ્રશાસન અને જનતા વચ્ચે સીધો સંવાદ અને ભાવનાત્મક જોડાણ જરૂરી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, અલગ-અલગ મંત્રાલયો, વિભાગોએ 142 જિલ્લાની યાદી તૈયાર કરી છે. એક-બે માપદંડો પર હજુ પાછળ છે તેવા આ જિલ્લાઓના વિકાસને ગતિ આપવા કામ શરૂ કરાશે.
આઝાદીનાં 75 વર્ષે ઘણા જિલ્લા પાછળ
