યમન પર સાઉદીની એરસ્ટ્રાઈક, 70 લોકોના મૃત્યુ, 100ને ઈજા

યમન પર સાઉદીની એરસ્ટ્રાઈક, 70 લોકોના મૃત્યુ, 100ને ઈજા
ઞગના મહાસચિવે કરી નિંદા, યુદ્ધ રોકવા અપીલ
જીનેવા, તા.રર : યુનાઈટેડ નેશન્સના મહાસચિવ એંટોનિયો ગુટેરેસે યમન પર સાઉદી ગઠબંધન સૈન્યના હવાઈ હુમલાની નિંદા કરી છે. આ એરસ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા 70 નાગરિકોના મૃત્યુ થયા છે.
સાઉદી ગઠબંધન સેનાએ સાદામાં હૂતિના વર્ચસ્વવાળા ક્ષેત્રની એક જેલ ઉપર એરસ્ટ્રાઈક કરી હતી જેમાં એક ટેલીકોમ્યુનિકેશન ફેસિલીટી ધ્વસ્ત કરી નાખવામાં આવી હતી. આ હુમલામાં 3 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. અહેવાલ મુજબ સાઉદીના હવાઈ હુમલામાં 100 જેટલા નાગરિકોને ઈજા પહોંચી છે.ગુટેરેસે અપીલ કરી કે યુદ્ધને રોકવાની જરુર છે.તેમણે અબૂ ધાબીમાં હૂતી વિદ્રોહીઓએ કરેલા હુમલાને પણ વખોડી કાઢયો હતો. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ 17 જાન્યુઆરીએ સંયુક્ત આરબ અમીરાત પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં સાઉદીના નેતૃત્વમાં ગઠબંધન સેનાએ હૂતીના ઠેકાણાઓ પર હવાઈ હુમલા વધાર્યા છે. બીજીતરફ અમેરિકાએ પણ દરેક પક્ષકારોને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું પાલન કરવા અને યુએનની શાંતિ પ્રક્રિયામાં ભાગ લેવા અપીલ કરી હતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer