અમે સુપરસ્ટાર્સ ઉપર નિર્ભર નથી : ટેમ્બા બાઉમા

અમે સુપરસ્ટાર્સ ઉપર નિર્ભર નથી : ટેમ્બા બાઉમા
નવી દિલ્હી, તા. 22 : ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી બાદ દક્ષિણ આફ્રિકા સામે વનડે શ્રેણી પણ ગુમાવી દીધી છે. શુક્રવારે રમાયેલા બીજા મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ નિરાશાજનક રહી  હતી અને તેના કારણે આફ્રિકા 0-2થી આગળ છે. મેચ જીત્યા બાદ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાઉમાએ એક નિવેદન આપ્યું હતું. જેને ટીમ ઈન્ડિયા ઉપર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે. બાઉમાએ કહ્યું હતું ક,ઁ તેઓ અંતિમ મેચ પણ જીતવાનો પ્રયાસ કરશે. તેની નજર પુરી ટીમની ઈફોર્ટ છે અને દક્ષિણ આફ્રિકાની ટીમ કોઈ સુપરસ્ટાર્સ કે કોઈ એક બે પ્રદર્શન ઉપર નિર્ભર નથી.  બાઉમાએ કહ્યું હતું કે, ભારત સામે ક્લીન સ્વીપથી મોટિવેશન મળશે. શરૂઆતથી જ શ્રેણી જીતવાની કોશિશ હતી પણ પહેલા બે મેચમાં જીત મળી જશે તેવી આશા નહોતી.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer