નવી દિલ્હી, તા. 22 : સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ થોડા દિવસ પહેલા ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશિપ છોડવાનું એલાન કર્યું હતું. કોહલીએ કેપ્ટનશિપ છોડયા બાદ હવે ટેસ્ટ ફોર્મેટ માટે નવા કેપ્ટનની તલાશ શરૂ થઈ છે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને ઋષભ પંત ટેસ્ટ કેપ્ટનના રેસમાં સૌથી આગળ છે. હવે પુર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીને ટેસ્ટ કેપ્ટનશિપને લઈને પોતાનું મંતવ્ય આપ્યું છે. અઝરુદ્દીનના માનવા પ્રમાણે રોહિત શર્મા ટેસ્ટમાં નેતૃત્વ માટે પરફેક્ટ છે. રોહિત શર્મા હેમસ્ટ્રિંગ ઈન્જરીના કારણે દક્ષિણ આફ્રિકા પ્રવાસથી બહાર હતો. રોહિતની ગેરહાજરીમાં કેએલ રાહુલ વનડે ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમની આગેવાની કરી રહ્યો છે. જો કે કેપ્ટનશીપની અસર બતાવી શક્યો નથી અને પહેલા બે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો છે.
રોહિત ટેસ્ટ કેપ્ટનશિપ માટે પરફેક્ટ : અઝરુદ્દીન
