IPL 2022ના મેગા ઓક્શનમાં 1214 ખેલાડી સામેલ

IPL 2022ના મેગા ઓક્શનમાં 1214 ખેલાડી સામેલ
માર્ચના અંતમાં IPLના 15મા સત્રની શરૂઆત, 12-13 ફેબ્રુઆરીએ મેગા ઓકશન: જય શાહ
નવી દિલ્હી, તા. 22 : આઈપીએલ 2022ના મેગા ઓક્શનની તારીખ નજીક આવી ગઈ છે. ઓક્શન માટે ખેલાડીઓને પોતાના નામ સોંપી દીધા છે. અંદાજીત 49 ખેલાડીઓએ પોતાની બેઝ પ્રાઈઝ 2 કરોડ રાખી છે. ઘણા પ્લેયર એવા પણ છે જેની બેઝ પ્રાઈસ 1.5 કરોડ અને એક કરોડ સુધી ગઈ છે.  અહેવાલ પ્રમાણે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, પેસર જોફ્રા આર્ચર, ક્રિસ ગેલ, મિશેલ સ્ટાર્ક અને સેમ કર્રન ઓક્શનનો ભાગ નથી. આ ઉપરાંત આઈપીએલના તમામ મેચ દર્શકો વિના ભારતમાં જ રમાશે તેવી શક્યતા છે. આ ર્ન્ણૈય શનિવારે બીસીસીઆઈ અને ફ્રેન્ચાઈઝીના માલિકો વચ્ચે થયેલી બેઠકમાં લેવાયો હતો.
આઈપીએલ ઓક્શન મુદ્દે જયશાહે કહ્યું હતું કે, 15મી સીઝન માર્ચના અંતિમ અઠવાડીયામાં શરૂ થશે અને મેના અંતમાં ફાઈનલ મુકાબલા સાથે સત્રનું સમાપન થશે. આ સાથે એમ પણ કહ્યું હતું કે, 12 અને 13 ફેબ્રુઆરીના મેગા ઓક્શન થશે.
આ વખતે 1214 ખેલાડીઓએ પોતાનું નામ ઓક્શન માટે સોંપ્યુ છે.જેમાં દેશી, વિદેશી અને અન કેપ્ડ ખેલાડીઓ સામેલ છે. જો કે ઓક્શનમાં માત્ર 250 ખેલાડીઓ જ સામેલ થઈ શકશે. બીસીસીઆઈની આઈપીએલ ટીમો સાથે એક મિટિંગ થવાની છે. જેમાં ઓક્શન માટે ખેલાડીઓની યાદી અને મેગા ઓક્શનની તારીખ નક્કી કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે અમિત મિશ્રા અને ઈશાન્ત શર્મા જેવા ખેલાડીઓની બેઝ પ્રાઈસ દોઢ કરોડ છે.જ્યારે પિયૂષચાવલા, કેદાર જાધવ અને નટરાજન જેવા ખેલાડીઓની બેઝ પ્રાઈઝ એક કરોડ છે. એસ શ્રીસંતે પણ આઈપીએલ ઓક્શનમાં નામ આપ્યું છે અને તેની બેઝ પ્રાઈસ 50 લાખ છે.
આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં 1214 ખેલાડીઓની બોલી લગાડવામાં આવશે. આ ખેલાડીઓમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ છે. આ બે દિવસીય મેગા ઓક્શનમાં 10 ટીમ ભાગ લેશે. જેમાં 270 કેપ્ડ અને 903 અનકેપ્ડ પ્લેયર્સ અને 41 સહયોગી દેશોના ખેલાડીઓ સામેલ થશે.
એક કરોડ બેઝ પ્રાઈસ :  પીયુષ ચાવલા, કેદાર જાધવ, પ્રસિદ્ધ કૃષ્ણા, ટી. નટરાજન, મનીષ પાંડે, અજિંક્ય રહાણે, નીતીશ રાણા, ઋદ્ધિમાન સહા, કુલદીપ યાદવ, જયંત યાદવ, મોહમ્મદ નબી, જેમ્સ ફોકનર, માર્નસ લાબુશેન, રિલે મેરેઈડિથ, જોશ ફિલિપ્સ, એન્ડ્રુ ટાઈ, ડેન લોરેન્સ, લિયામ લિવિંગસ્ટોન, ટાઈમલ માઈલ્સ, ઓલિ પોપ, ડેવિન કોન્વે, કોલિન ડે ગ્રેન્ડહોમ, મિચેલ સેન્ટનર, એડમ માર્કરમ, તબરીઝ શમ્સી, વાનિંદુ હસારંગા, રસ્સી ડુસેન
1.5 કરોડ બેઝ પ્રાઈસ : અમિત મિશ્રા, ઈશાન્ત શર્મા, વોશિંગ્ટન સુંદર, એરોન ફિંચ, ક્રિસ લિન,  નાથન લિયોન, કેન રિર્ચાડસન, જોની બેયરસ્ટો, એલેક્સ હેલ્સ, ઈયોન મોર્ગન, ડેવિડ મલાન, એડમ મિલ્ને, કોલિન મુનરો, જીમી નિશામ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સાઉદી, કોલિન ઈન્ગ્રામ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, નિકોલસ પુરન
2 કરોડ બેઝ પ્રાઈસ : રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચાહર, શિખર ધવન, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, ઈશાન કિશન, ભુવનેશ્વર કુમાર, દેવદત્ત પડ્ડીકલ, કૃણાલ પંડયા, હર્ષલ પટેલ, સુરેશ રૈના, અંબાતિ રાયુડૂ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, રોબિન ઉથપ્પા, ઉમેશ યાદવ, મુઝીબ જાદરાન, એસ્ટન એગર, નાથન કુલ્ટર નાઈલ, પેટ કમિંસ, જોશ હેઝલવુડ,  મિચેલ માર્શ, સ્ટીવ સ્મીથ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, શાકિબ અલ હસન, મુસ્તફિઝુર રહેમાન, સેમ બિલિંગ્સ, સાકિબ મહમૂદ, ક્રિસ જોર્ડન, ક્રેગ ઓવર્ટન, આદિર રાશિદ, જેસન રોય, લોકી ફર્ગ્યુસન, ક્વિંટન ડી કોક, મર્ચેન્ડ ડે લેંગે, ફાફ ડુપ્લેસીસ, કગિસો રબાડા, ઈમરાન તાહિર, ફેબિએન એલન, ડવેજ બ્રાવો, ઈવિન લુઈસ, ઓડિયન સ્મિથ.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer