અક્ષર પટેલે ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી

અમદાવાદ, તા.21: ભારતીય ટીમના સ્ટાર સ્પિનર અક્ષર પટેલે તેની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઇ કરી છે. આ ખુશીની વાતની જાણકારી ખુદ અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર આપી હતી. ખાસ વાત એ છે કે અક્ષર પટેલે તા. 20 જાન્યુઆરીએ પોતાના જન્મ દિવસના મોકા પર મેહા સાથે સગાઇ કરી છે. સાથે સગાઇની કેટલીક તસવીરો પણ અક્ષરે ચાહકો માટે શેર કરી છે. અક્ષર પટેલે લખ્યું છે કે જિંદગીની નવી શરૂઆત. હંમેશા માટે અમે એક થયા. ફોટામાં અક્ષર અને મેહા એક-બીજાને વીંટી પહેરાવતા જોવા મળે છે. સગાઇવિધિમાં બન્ને પક્ષના નજીકના પરિવારજનો હાજર રહ્યા હતા. અક્ષર પટેલની ઈન્ટરનેશનલ કેરિયર શાનદાર છે. તેણે 38 વન ડેમાં 4પ અને પ ટેસ્ટમાં 36 વિકેટ લીધી છે. ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં તેના નામે 1પ મેચમાં 13 વિકેટ છે. આઇપીએલમાં અક્ષર પટેલે 109 મેચમાં 9પ વિકેટ લીધી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer