અપર્ણાને મુલાયમના આશીર્વાદ, સપા સાથે મતદારો પણ કન્ફ્યૂઝ

અપર્ણાને મુલાયમના આશીર્વાદ, સપા સાથે મતદારો પણ કન્ફ્યૂઝ
તસવીર જાહેર થતાં યુપીમાં ચૂંટણી પહેલા જબરા રાજકીય પડઘા
લખનઉ, તા.ર1 : જય શ્રીરામ, પિકચર ઓફ ધ ડે. પુત્રવધૂ-દીકરીઓ યોગીરાજમાં સુરક્ષિત છે, જય ભાજપા-તય ભાજપા. આ કેટલાક લોકોના પ્રતિભાવ છે જે અપર્ણા યાદવના નવા ટ્વિટ બાદ આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ અપર્ણા યાદવ પોતાના સસુર મુલાયમ સિંહ યાદવના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેઓ પગે લાગ્યા  અને મુલાયમ સિંહે આશીર્વાદ આપ્યા.
નેતાજીએ શું કહ્યંy ? તે તો અપર્ણાએ ન જણાવ્યું પરંતુ તેમણે માત્ર એટલું લખ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા લીધા બાદ લખનઉ આવતાં પિતાજી/નેતાજીના આશીર્વાદ લીધા. યુપી વિધાનસભા ચૂંટણીના ઠિક પહેલા સામે આવેલી આ તસવીર શું અસર દેખાડશે ? તેતો અ ાવનારો સમય કહેશે પરંતુ જે દેખાય છે, તે વેંચાય છે મુજબ અપર્ણાએ આ તસવીર જાહેર કરીને જણાવી દીધું છે કે સમાજવાદી પાર્ટીના મુખ્યા મુલાયમસિંહ તેમની સાથે છે. સપા મતદારોને ગૂંચવણમાં મૂકવા આ તસવીર પૂરતી છે. જો કે સપા પ્રમુખ અખિલેશ યાદવે અગાઉ પ્રતિક્રિયા આપી હતી કે નેતાજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે માની નહીં. અખિલેશે ત્યાં સુધી કહી દીધું કે સારુ છે સમાજવાદી વિચારધારાનો પ્રસાર થઈ રહ્યો છે. જો કે આ તસવીર હવે કઈ વિચારધારાનો પ્રસાર કરશે ? તે સવાલ છે. જેમાં સપાના મુખિયા ભાજપના સંભવિત ઉમેદવાર અને પોતાની પુત્રવધુને આશીર્વાદ આપી રહ્યા છે. વોટ બેંક પર આ ગતિવિધિની અસર જોવા મળશે તેમ માનવામાં આવે છે.
સમાજવાદી પાર્ટીમાં મુલાયમ સિંહ હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને જાહેરમાં તેઓ વડાપ્રધાન મોદીના વખાણ કરી ચૂકયા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે એક જ સોફા પર બેઠા હોય તેવી તેમની તસવીર તાજેતરમાં વાયરલ થયા બાદ રાજકીય હલચલ મચી ગઈ હતી.
------------------
યુપીમાં ચૂંટણી અભિયાનને ધાર આપવા
શાહ અને નડ્ડાએ મોરચો સંભાળ્યો
કાર્યકર્તાઓ સાથે ચૂંટણી રણનીતિ અંગે તાબડતોબ બેઠકો
નવી દિલ્હી, તા. 21 : ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મોટાભાગની વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવાર નક્કી કર્યા બાદ અભિયાનમાં સક્રિય ભાગીદારી વધારી દીધી છે. પહેલા ફેઝના વોટિંગ પહેલા ભાજપના પક્ષમાં માહોલ બનાવવા માટે અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ મંત્રી અમિત શાહે મોરચો સંભાળી લીધો છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ગૃહમંત્રી અમિત શાહ કોરોના પ્રોટોકોલનું પાલન કરીને પ્રચાર અભિયાનને ગતિ આપી રહ્યા છે. જેમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભાજપના ચૂંટણી અભિયાનના પ્રભારી બનાવવામાં આવેલા શાહે મેરઠના પદાધિકારીઓન સાથે બેઠક કરી હતી અને ચૂંટણી અભિયાનને ધાર આપવા માટે રણનીતિ ઘડી હતી.
શાહ ઉત્તર પ્રદેશમાં પક્ષના સ્ટાર પ્રચારક પણ છે. ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત 300 બેઠક ઉપર જીતનો દાવો કરી રહેલા ભાજપને આગામી ચૂંટણીમાં પણ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં પોતાનું પ્રદર્શન જાળવી રાખવાનો પડકાર છે. આ ઉપરાંત નડ્ડા  પણ આગરા અને બરેલીમાં સંગઠનની બેઠક કરીને પક્ષના કાર્યકર્તાઓ અને વર્ચ્યુઅલ પ્રચાર અભિયાનની રણનીતિ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer