વિશ્વ નેતાઓમાં ફરી મોદી મોખરે

વિશ્વ નેતાઓમાં ફરી મોદી મોખરે
મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં 71 ટકા રેટિંગ, બાયડન સહિત દિગ્ગજોને પાછળ રાખ્યા
નવી દિલ્હી, તા. 21 : કોરોના સંકટ, મોંઘવારીથી અર્થતંત્ર ભીંસમાં છે ત્યારેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક લોકપ્રિયતાની પ્રતીતિ કરાવતા એક સર્વેમાં વિશ્વના નેતાઓની યાદીમાં મોદીને પ્રથમ સ્થાન  મળ્યું છે.
મોર્નિંગ કન્સલ્ટ પોલિટિકલ ઇન્ડેક્સ દ્વારા જારી રેટિંગ મુજબ મોદીને 71 ટકા રેટિંગ મળ્યું છે, જ્યારે અન્ય વિશ્વ નેતાઓ ઘણા પાછળ છે.
અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા શક્તિશાળી અને વિકસિત દેશોના નેતા ઘણા પાછળ રહી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન માત્ર 43 ટકા રેટિંગ સાથે છઠ્ઠા સ્થાને છે.
યાદીમાં મેક્સિકોના પ્રમુખ આંદ્રેસ મેનુઅલ લોપેઝ ઓબાદર 66 ટકા સાથે બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને રહેલા ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાધીનું 60 ટકા રેટિંગ છે.
વિતેલા વરસે નવેમ્બરમાં પણ મોદી મોખરે રહ્યા છે. જો કે, 2020ની તુલનાએ તેમનું રેટિંગ ઘટયું છે.
મે-2020માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 84 ટકા રેટિંગ મળ્યું હતું. આ સર્વેમાં જાપાન, ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, દક્ષિણ કોરિયા સહિત 13 દેશના વૈશ્વિક નેતાઓને સામેલ કરાયા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer