માળિયા મિયાણા પાસે બે દુકાનના તાળા તૂટયા: એક લાખની તસ્કરી

માળિયા મિયાણા પાસે બે દુકાનના તાળા તૂટયા: એક લાખની તસ્કરી
માળિયા મિયાણા: માળિયા હળવદ હાઈ વે ઉપર આવેલ અણિયારી ચોકડી ઉપર આવેલા જૂના શોપીંગ સેન્ટરમાં ગત રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો બે દુકાનોમાં હાથ ફેરો કરી ગયાનું જાણવા મળ્યું છે.
માળીયા હળવદ હાઈ વે ઉપર આવેલ અણિયારી ચોકડી આસપાસ બે મોટા શોપીંગ સેન્ટર આવેલા છે. જેમાં અનેક દુકાનો હોય ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં ગત રાત્રીના વન ફ્લોર ધરાવતા જૂના  શોપીંગ સેન્ટરમાં  બે દુકાનોના તાળા તુટ્યા હતા. જેમા ચંદ્રમૌલી મોબાઈલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ દુકાનમાંથી એક  લેપટોપ અને 20 નંગ મોબાઈલ તેમજ મોબાઈલ એસેસરીઝ સહિત એકાદ લાખ રૂપિયાના મુદ્માલની ચોરી થઈ હોવાનું ખુલ્યું છે, તો બાજુમાં આવેલ ઉમા હાર્ડવેર નામની દુકાનમાંથી સીએનજી ઓઈલના ડબલા ઉપાડી ગયાનું જાણવા મળ્યું છે.
આમ બે દુકાનોમાંથી તસ્કરોએ મોટો હાથ ફેરો કરતા આસપાસના દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે. ચોરી અંગેની જાણ માળીયા પોલીસને કરાઈ હતી.  લાંબા સમય બાદ આ વિસ્તારમાં ફરી તસ્કર ટોળકીએ સક્રિય થઈ  હાઈ વે  પરની દુકાનમાં હાથ ફેરો કરી પોલીસને પડકાર ફેંક્યો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer