મુંદ્રામાં 37500 કરોડના રોકાણ સાથે ઈન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સ્થપાશે

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના ઉદ્યોગ વિભાગ અને પોસ્કો-અદાણી કોલોબરેશન વચ્ચે ખઘઞ
 
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.13 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને પોસ્કો -અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમાં થયેલા એમઓયુ અંતર્ગત કચ્છના મૂંદ્રામાં ઇન્ટીગ્રેટેડ સ્ટિલ મિલ અને અન્ય સહયોગી પ્લાન્ટની સ્થાપના થશે. આ પ્લાન્ટ અંદાજે રૂપિયા 37,પ00 કરોડના સૂચિત રોકાણ સાથે આકાર પામશે તેમજ 3400 થી વધુ લોકોને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટની તકો પૂરી પાડશે. 
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર0રર સંદર્ભે રાજ્યમાં વધુ રોકાણો પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર અને પોસ્કો -અદાણી વચ્ચે આ એમઓયુ થયા છે. પાંચ મિલીયન ટન કેપેસિટીનો આ સૂચિત ઉત્પાદન પ્લાન્ટ ર0ર6 સુધીમાં કાર્યરત થશે એટલું જ નહિ, ગ્રીન એનર્જી સાથેનો આ સ્ટિલ પ્લાન્ટ બનશે.
પોસ્કોના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર જેઓંગ-વૂ, ચોઈએ ત્યાં ઉપસ્થિત પત્રકારોને જણાવ્યું હતું , “સ્ટીલ અને પર્યાવરણને અનુકૂળ વેપારમાં પોસ્કોની સ્ટીલ નિર્માણમાં અદ્યતન ટેકનોલોજી અને ઊર્જા તેમજ આંતરમાળખાના ક્ષેત્રમાં અદાણીની નિપૂણતા સાથે પોસ્કો અને અદાણી તાલમેલ સાધવા સક્ષમ છે. આ સહયોગ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સારા અને લાંબાગાળાના વેપારનું સહકાર મોડલ બની રહેશે.’’
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ સ્ટીલ ઉત્પાદન “ભાગીદારી ભારતના ઉત્પાદન ઉદ્યોગના વિકાસમાં અને ભારત રકારની આત્મનિર્ભર ભારતની બહુલક્ષી યોજનામાં યોગદાન આપશે તદુપરાંત ગ્રીન બિઝનેસમાં ભારતની સ્થિતિને મજબૂત કરવામાં પણ મદદરુપ થશે.’’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ એમઓયુ પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા અદાણી ગ્રુપના સી.ઇ.ઓ.  કરણ અદાણીએ હસ્તાક્ષર કર્યા હતા. આ વેળાએ પોસ્કો ઇન્ડીયાના સી.એમ.ડી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer