રાજકોટમાં કલર કોડ મુજબ કોરોના ‘પોઝિટિવ’ દર્દીઓનું નિદાન કરાશે

મ્યુનિ. કમિશનર દ્વારા દર્દીઓને ગ્રીન, યલો, બ્લુ, ઓરેન્જ, રેડ કલર મુજબ અલગ-અલગ કેટેગરી ફાળવવામાં આવી
 
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ તા.13 : શહેરમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે ત્યારે તેના પર અંકૂશ રાખવા મ્યુનિ.કમિશનર અમીત અરોરાએ એક નવી સ્ટ્રેટેજી અમલી બનાવી છે જેમાં ‘કલરકોડ’ મુજબ મેડીકલ સ્ટાફ દર્દી ઉપર વોચ રાખશે. આ કેટેગરીમાં ગ્રીન, યલો, બ્લુ, ઓરેન્જ અને રેડ એલર્ટ કેટગરીનો સમાવેશ થાય છે.
કમિશનરના જણાવ્યાનુસાર (1) ગ્રીન કેટેગરીમાં એવા દર્દીનો સમાવેશ થાય છે જે દર્દી યુવાન હોય, રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય અને કોરોના પોઝીટીવ હોય, આવા દર્દીને મનપાની ટીમ ટેલીફોનિક સંપર્કમાં રહેશે જરૂર જણાશે તો રૂબરૂ જઈને ઓક્સિજન લેવલ, દવા વિતરણ સહિતની ફરજ નિભાવવામાં આવશે. (2) યલો કેટેગરીમાં યુવા દર્દી,રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી અને ઓક્સિજન લેવલ ઓછુ હોય તેનો સમાવેશ થાય છે. મનપાની ટીમ પીપીઈ કીટ પહેરીને રૂબરૂ તેમના ઘરે તપાસ અર્થે જશે. (3) બ્લ્યુ કેટેગરીમાં એવા દર્દીઓ જેઓ 40થી 50 વર્ષની વય વચ્ચે આવે છે અને કોરોના પોઝીટીવની સારવાર લઈ રહ્યાં છે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેમ છે અને મનપાની તબીબી ટીમ રૂબરૂ જઈને તબિયત તપાસીને દર્દીના પરિવારજનોને સૂચનો આપશે. આ ઉપરાંત (4) ઓરેન્જ કેટેગરીમાં 50 વર્ષથી ઉમરના દર્દીને સામેલ કરાશે તેઓમાં સુધારો ન જણાય તો સિવીલ અથવા કોઈ સારા તબીબ પાસે પેકેજ સારવાર માટેની ફરજ પડાશે જ્યારે (5) રેડ એલર્ટ કેટેગરીમાં સિનિયર સિટીઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓને ડાયાબિટીસ, હાર્ટને લગતી બિમારી કે અન્ય કોઈ સમસ્યા હશે તેને ડેન્જરન્સ ગણવામાં આવશે. આ બાબતને ધ્યાનમાં લઈને રેડ કેટેગરી પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer