લાલપુરમાં ટ્રક અડફેટે બાઈકચાલકનું મૃત્યુ

મજશેઠવડાળાના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાની ફરિયાદ
 
જામનગર, તા.13: લાલપુર તાલુકાના મોટીરાફુદડ ગામે રહેતા હેમંતલાલ મધુડીયા નામના આધેડ ગઈકાલે તેમનુ બાઈક નં. જીજે 10 એએસ- 9305 લઈને લાલપુરના દ્વારકાધીશ પાર્ક તરફથી જતાં હતા ત્યારે ડુંગળીના કારખાના પાસેની ગોલાઈમાં આઈસર ટ્રકના ચાલકે પુરઝડપે ગોલાઈ લેતા બાઈકસ્વાર તેની હડફેટે આવી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હેમંતલાલને ગંભીર ઈજા થતાં તેમનુ ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજયુ હતું.
આ બનાવની જાણ થતાં લાલપુર પોલીસ તાત્કાલીક સ્થળ પર દોડી ગઈ હતી. આ અકસ્માત અંગે મૃતકના પુત્ર સાગરએ પોલીસમાં ટ્રક નં. જીજે-4 એકસ 7250ના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરવાની સાથે ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રણ બાઈકની ઉઠાંતરી: જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલ વંડાફળીમાં રહેતા રવિ ભરતભાઈ બારીયાનું જીજે.10 સીબી 5980 ગઈ રાત્રીના તેમના ઘર પાસે પાર્ક કર્યુ હતું. જયાંથી તસ્કરો રાત્રી દરમ્યાન ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. જયારે શહેરના જુના રેલ્વે સ્ટેશન પાસે ભીમવાસ શેરી નં.1માં રહેતા વિશાલ ઉર્ફે મુન્નો નારણભાઈ આણદાણીનું બાઈક તેમના ઘર પાસે રાખ્યુ હતું. રાત્રી દરમ્યાન તસ્કરો ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ ઉપરાંત સિકકાની પંચવટી કોલોનીમાં રહેતા વિશાલ જીતેન્દ્રભાઈ ધોધલીયાનું બાઈક ગત તા.10ના મોટી ખાવડી પાસે પાર્ક કર્યુ હતું. જયાંથી તસ્કરો બાઈક ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માર માર્યાની ફરિયાદ : જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે તાલુકા શાળામાં અભ્યાસ કરતા અને જામજોધપુરની ખાંટ શેરીમાં રહેતા કિરીટભાઈ ચંદુભાઈ ગંધાના 12 વર્ષના પુત્ર સુજલ ધો. 7માં અભ્યાસ કરે છે. કોવિડની મહામારીનાં કારણે શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે તાજેતરમાં જ શાળામાં અભ્યાસક્રમ શરૂ થતા સુજલ તેના મિત્ર સાથે શાળામાં મશ્કરી કરતો હોવાથી શાળાના શિક્ષક વિનોદ દેવશી વાઘેલાએ ગત તા.8ના પટાવડે માર મારી મૂંઢ ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.L

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer