માળિયા મિયાણાનાં વીર વીદરકા ગામે યુવાનની હત્યા

મોરબી, તા. 13: માળિયા મિયાણાનાં વીર વીદરકા ગામે 27 વર્ષના રોહિત જીવાભાઈ સુરેલા નામના યુવાનની તિક્ષ્ણ હથિયાર અને પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ખૂન અંગે અજાણ્યા શખસો સામે ગુનો નોંધાયો હતો.
વીર વીદરકા ગામે રહેતો રોહિત સુરેલાની ગામના અંગાર વાડા તરીકે ઓળખાતી જગ્યામાંથી ગઇકાલે લાશ મળી આવી હતી. આ બનાવ અંગે મૃતકના નાનાભાઇ મહેશભાઇ સુરેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવું જણાવ્યું હતું કે, તેનો મોટોભાઇ રોહિત બે દિવસથી ઘેર આવતો ન હતો અને ગામની વાડી વિસ્તારમાં આદિવાસી શ્રમિકો સાથે રહેતો હતો. તેના ભાઈની હત્યા બાદ વાડી વિસ્તારમાં રહેતા આદિવાસી શ્રમિકો પણ રહસ્યમય સંજોગોમાં લાપતા થઈ ગયા હતા. આ શ્રમિકોએ તેના ભાઈની હત્યા કર્યાની શંકા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. મૃતકના ભાઈએ જેના પર શંકા દર્શાવી છે તે શકમંદો ઝડપાયા બાદ કારણ બહાર આવશે. હાલમાં આદિવાસી શ્રમિકોની શોધ ચાલી રહી છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer