બાળકે માટે વેક્સિન 6 માસમાં : પુનાવાલા

બાળકે માટે વેક્સિન 6 માસમાં : પુનાવાલા
નવી દિલ્હી, તા.30 : સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પુનાવાલાએ કહ્યું કે, બાળકો માટેની કોરોના વેક્સિન 6 માસમાં તૈયાર થઈ શકે છે. જો કે તે કોવિશિલ્ડ નહીં, કોવોવેક્સ હશે. તેનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને સુરક્ષાલક્ષી કોઈ મુદ્દા સામે આવ્યા નથી. 7 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પણ આ વેક્સિન આપવામાં આવી છે.
પુનાવાલાએ વધુમાં કહ્યંy કે કોરોનાના ઓમિક્રોન સ્વરૂપ સામે કોવિશિલ્ડ વેક્સિન કેટલી કારગર છે ? તે આગામી ર-3 સપ્તાહમાં સ્પષ્ટ થઈ જશે. ઓમિક્રોન વધુ ગંભીર છે કે નહીં તે હજુ કહી ન શકાય. તેને ધ્યાને લઈ બૂસ્ટર ડોઝ સંભવ છે. જો કે સરકારનું ધ્યાન હાલ દરેકને કોરોના વેક્સિનના બન્ને ડોઝ લાગી જાય તેના પર હોવું જોઈએ. દરમિયાન લેંસેટના એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે ડેલ્ટા વેરિયેન્ટની બીજી લહેર દરમિયાન કોવિશિલ્ડ વેક્સિન અસરકારક સાબિત થઈ હતી. તેનાથી દર્દીના હોસ્પિટલમાં દાખલ થવાની અને મૃત્યુની સંભાવના મહદ્અંશે ઓછી થઈ હતી. પુનાવાલાએ કહ્યુyં કે ઓમિક્રોન પર કોવિશિલ્ડની અસરકારકતા અંગે હાલ અભ્યાસ ચાલી રહ્યો છે. થોડા સપ્તાહ સુધી આપણે રાહ જોવી જોઈએ. ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકો રિસર્ચમાં લાગેલા છે અને તેમનાં તારણોને આધારે અમે નવી વેક્સિન લાવી શકીએ છીએ. જે આગામી 6 માસમાં બુસ્ટર ડોઝ તરીકે રજૂ કરાઈ શકે છે. એ જરૂરી નથી કે સમય સાથે કેવિશિલ્ડની અસરકારકતા ઘટી જાય. તેમનો સંદેશો એ જ છે કે દરેક લોકો કોવિડ વેક્સિનના બન્ને ડોઝ લઈ લે. ત્યાર બાદ જ આપણે આવતા વર્ષે ઇમ્યુનિટી વધારવા બુસ્ટર ડોઝનું વિચારી શકીએ. પ્રાઇમ માર્કેટમાં બુસ્ટર ડોઝ રૂ.600માં મળી શકે છે. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer