ચોટીલામાં પત્નીની બીમારીથી દુ:ખી શિક્ષકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

ચોટીલા, તા.30 : ચોટીલાની કોલેજ સામે આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા યુવાન શિક્ષકે પત્નીના દુ:ખે દુ:ખી થઈ ગળેફાંસો ખાઇ મોતને ભેટતા શિક્ષક સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે  તાલુકાના કાળાસરની અનુદાનીત પ્રાથમિક શાળામાં  મુળ કોડિનારના રજપુત યુવાન જશવંતાસિંહ પરમાર (ઉ.વ 37) ચોટીલા ખાતે તેમના ઘરે પંખા સાથે ઓઢણી વડે લટકાઈ જતાં મૃત્યુ થયેલ છે.
મૃતકના પત્ની મનિષાબેન જશાપર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે કેટલાક સમયથી પત્નીને બીમારી આવતા તેમના દુ:ખ ન જોવાતા ફાસો ખાઈ મૃત્યુને વ્હાલુ કરતા હોવાની સુસાઇડ નોટ સાથે મૃત્યુને ભેટતા શિક્ષક સમાજમાં ઘેરા શોક સાથે સ્તબ્ધતા છવાયેલ છે. 
 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer