ભારત-રશિયા કરશે મેગા ડિફેન્સ ડીલ

ભારત-રશિયા કરશે મેગા ડિફેન્સ ડીલ
પુતિનની યાત્રામાં એકે રાયફલો, મિસાઈલ, હેલિકોપ્ટર, લડાકૂ વિમાનોનો સોદો સંભવ
નવી દિલ્હી, તા.ર9 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 6 ડિસે. પ્રસ્તાવિત ભારત યાત્રા પહેલા બંન્ને દેશ મેગા ડિફેન્સ પ્લાન તૈયાર કરી રહ્યા છે જેને મોદી અને પુતિન વચ્ચે બેઠકમાં મહોર લગાવવામાં આવી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ ભાગીદારી વધી છે પરંતુ રશિયા વર્ષ 1960થી ભારતનું ંમુખ્ય ડિફેન્સ પાર્ટનર રહ્યું છે. પુતિનની ભારત યાત્રા વખતે બંન્ને દેશ વચ્ચે મેગા ડિફેન્સ ડીલ ફાઈનલ કરવામાં આવી શકે છે. ભારત રશિયા પાસેથી એકે-ર03 અત્યાધુનિક કલાસિકોવ રાયફલો ખરીદવા ઈચ્છે છે. રૂ.પ1ર4 કરોડની ડીલ પ્રસ્તાવિત છે જે અંતર્ગત 6 લાખથી વધુ આ રાયફલોની ખરીદીની યોજના છે. ઉપરાંત ભારત રશિયા પાસેથી મિસાઈલ સિસ્ટમ ખરીદવા ઈચ્છે છે. ખભ્ભા પરથી હવામાં છોડી શકાય તેવી પ000 એન્ટિ એરક્રાફટ મિસાઈલનો સોદો પુતિનની યાત્રા દરમિયાન કરવામાં આવી શકે છે. મિસાઈલ ઉપરાંત લોન્ચર તથા અન્ય સૈન્ય ઉપકરણોની ખરીદીમાં ભારતે ફ્રાંસ અને સ્વિડન કરતાં રશિયાને અગ્રતા આપી છે. બંન્ને દેશ વચ્ચે લાંબા સમયથી કમોવ-રર6ટી હેલિકોપ્ટર અંગે વાટાઘાટો ચાલી રહી છે. બે એન્જિનવાળા ર00 હેલિકોપ્ટર ખરીદવા ર બિલિયન ડોલરની ડીલ કરવામા ંઆવી શકે છે. આ હેલિકોપ્ટરો ચીતા તથા ચેતકનું સ્થાન લેશે. ઉપરાંત મિગ-ર9ની ખરીદી, પ9 મિગ-ર9નું અપગ્રેડેશન તથા 1ર સુખોઈ 30 એમકેઆઈ ખરીદવાની ભારતની યોજના છે. ભારત નવી શ્રેણીના સુખોઈ ખરીદવા રશિયા સાથે રૂ.ર0 હજાર કરોડની ડીલ કરી શકે છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer