દ. આફ્રિકી દેશો પર પ્રવાસ પ્રતિબંધથી WHO નારાજ

દ. આફ્રિકી દેશો પર પ્રવાસ પ્રતિબંધથી WHO નારાજ
ઘાતકતા હજુ સ્પષ્ટ નથી, સાવધાની જરૂરી : વેક્સિનેશનમાં વિલંબ તેટલો ઝડપી ફેલાશે
જીનેવા, તા.ર9: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાના નવા ઓમિક્રોન સ્વરૂપની ચિંતાઓને કારણે દ.આફ્રિકી દેશોની ઉડાન પર પ્રતિબંધ નહીં લગાવવાનો વિશ્વ દેશોને આગ્રહ કર્યો છે. દ.આફ્રિકીમાં કોરોનાનો નવો વેરિયેન્ટ ફેલાયા બાદ વિશ્વએ જે રીતે ધડાધડ આફ્રિકી દેશોની ફલાઇટો પર પ્રતિબંધ લાદ્યો છે તેની સંગઠને ટીકા કરી છે. સાથે કહ્યંy કે કોરોનાનાં આ નવાં સ્વરૂપનો સામનો કરવા વૈશ્વિક સમજૂતીની જરૂર છે. ઓમિક્રોનની ઘાતકતા હજુ સ્પષ્ટ નથી પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. પ્રારંભિક પરિણામોથી જાણવા મળ્યું છે કે જેમને કોરોના સંક્રમણ થઈ ચૂક્યું છે તેમણે વધારે સાવધાની રાખવાની જરૂર છે. નવા વેરિયન્ટમાં ઝડપથી મ્યુટેશન થઈ રહ્યું છે. વેક્સિનેશનમાં જેટલી વાર લાગશે તેટલી વધારે ઝડપે આ મ્યુટન્ટ ફેલાશે.
દ.આફ્રિકા માટે ડબલ્યુએચઓના પ્રાદેશિક નિર્દેશક માત્શિદિસો મોએતીએ દેશોએ યાત્રા પ્રતિબંધોનો ઉપયોગ કરવાથી બચવા માટે વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમોનું પાલન કરવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યંy કે જો પ્રતિબંધ લાગુ કરાય છે તો તેમણે બિનજરૂરી રીતે આક્રમક અથવા ઘૂસણખોરી ન કરવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય વિનિયમો અનુસાર વૈજ્ઞાનિક રીતે આધારિત હોવું જોઈએ. જે 190થી વધુ દેશો દ્વારા માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય કાયદા અંતર્ગત બાધ્યકારી સાધન છે.
મોએતીએ આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિયમોનું પાલન કરવા બદલ દ.આફ્રિકાની પ્રશંસા કરી હતી અને જે રીતે રાષ્ટ્રીય પ્રયોગ શાળાએ ઓમિક્રોનની ઓળખ કરી અને તેને ડબલ્યુએચઓને સૂચિત કર્યું. ડબલ્યુએચઓ દ.આફ્રિકા સાથે ઉભું છે. જેણે જીવન બચાવતી જાહેર સ્વાસ્થ્યને લગતી માહિતી જાહેર કરી અને તેને જાહેર કરવાનું સાહસ દર્શાવ્યું છે. દુનિયાને કોવિડ 19ના પ્રસારથી બચાવવામાં તેણે મદદ કરી છે.
------
ઓમિક્રોન કેટલો ખતરનાક; બે સપ્તાહ લાગશે : અમેરિકા
વોશિંગ્ટન, તા. 29 : અમેરિકાના ચીફ મેડિકલ આફિસર ડો. એન્થોની ફોસીએ જણાવ્યું કે, ઓમિક્રોન પ્રકારનો કોરોના કેટલો સંક્રમિત છે, કેટલો ગંભીર છે અને તેની શું વિશેષતા છે એ જાણવા માટે બે સપ્તાહનો સમય લાગશે. ડો. ફોસીએ ઓમિક્રોન પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનને માહિતી આપવા દરમ્યાન આ વાત કરી હતી. બેઠકમાં ફોસીએ કહ્યું કે, હાલની રસીથી જ કોરોનાના ગંભીર મામલા પર ઘણે અંશે સુરક્ષા મળી શકે છે. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે જે લોકોને વેક્સિનના બે ડોઝ લાગે છે તેમને જો બૂસ્ટર ડોઝ લાગે તો આ કોરોનાની સામે સૌથી વધુ સુરક્ષા હશે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer