જૂ. હોકી વર્લ્ડ કપમાં કેનેડા સામે ભારતની 13-1 ગોલથી ધમાકેદાર જીત

જૂ. હોકી વર્લ્ડ કપમાં કેનેડા સામે  ભારતની 13-1 ગોલથી ધમાકેદાર જીત
ભુવનેશ્વર તા.2પ: ભારતીય યુવા હોકી ટીમે આજના નિર્ણાયક મેચમાં કેનેડા સામે 13-1 ગોલથી ધમાકેદાર જીત મેળવીને જૂનિયર હોકી વર્લ્ડ કપમાં ગ્રુપ બીમાંથી તેની નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ભારતીય યુવા ટીમે આજે પહેલી મિનિટથી જ આક્રમક રમત રમી હતી. પહેલા હાફમાં 4-1થી આગળ રહ્યા બાદ બીજા હાફમાં ભારતે વધુ 9 ગોલ ઝીંકી દીધા હતા. ભારતનો પહેલા મેચમાં ગઇકાલે ફ્રાંસ સામે 4-પ ગોલથી આંચકારૂપ પરાજય થયો હતો.
આજના અન્ય મેચમાં સ્પેનનો અમેરિકા વિરૂધ્ધ 17-0થી અને નેધરલેન્ડસનો કોરિયા સામે 12-પ ગોલથી મહાવિજય થયા હતા. જયારે ફ્રાંસે પોલેન્ડ સામે 7-1થી જીત મેળવીને કવાર્ટર ફાઇનલ રાઉન્ડમાં તેની જગ્યા નિશ્ચિત કરી લીધી છે. આર્જેન્ટિનાએ પણ એક તરફી મેચમાં ઇજીપ્ત વિરૂધ્ધ 14-0થી વિજય મેળવ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer