IPLના રીટેન ખેલાડીઓ પર ફ્રેંચાઇઝીઓનું સસ્પેન્સ

IPLના રીટેન ખેલાડીઓ પર ફ્રેંચાઇઝીઓનું સસ્પેન્સ
આખરી તારીખ નજીક, પણ કોઇ ટીમે હજુ સુધી પત્તા ખોલ્યા નથી
નવી દિલ્હી, તા.2પ: આઇપીએલ-2022 માટે રિટેન પ્લેયર્સનું લિસ્ટ જારી કરવાની તારીખ નજીક આવી રહી છે. જો કે હજુ સુધી કોઇ ફ્રેંચાઇઝીએ પત્તા ખોલ્યા નથી. આમ છતાં છાનેખૂણેથી ખબર આવી રહી છે. જે મુજબ સીએસકે તરફથી ફરી એમએસ ધોની અને દિલ્હી કેપિટલ્સ તરફથી ઋષભ પંત કપ્તાની કરશે તે નિશ્ચિત છે. જયારે કેએલ રાહુલ નવી ફ્રેંચાઇઝી લખનઉ સાથે જોડાશે અને નેતૃત્વ સંભાળશે તેવી ખબર છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે બીસીસીઆઇએ તમામ 8 જૂની ફ્રેંચાઇઝીને 4-4 ખેલાડી (જેમાં 3 સ્વદેશી અને 1 વિદેશી ખેલાડી)ને રીટેન કરવાની છૂટ આપી છે. બાકીના તમામ ખેલાડીઓને મેગા ઓકશન માટે રીલિઝ કરવાના રહેશે.  મેગા ઓકશન આવતા મહિને થવાનું છે.
રિપોર્ટ અનુસાર દિલ્હી કેપિટલ્સે કપ્તાન ઋષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો અને વિદેશી ખેલાડી તરીકે એનરિક નોત્ઝેની જાળવી રાખવાની યોજના બનાવી છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ સુકાની રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહને રીટેન કરશે. વિદેશી ખેલાડી તરીકે કિરોન પોલાર્ડ અને ટ્રેંટ બોલ્ટ સાથે ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનમાંથી કોઇ એકને રીટેન કરશે. જયારે કોલકતા નાઇટ રાઇડર્સ બે યુવા ખેલાડી શુભમન ગિલ, વૈંકટેશ અય્યર અને વિદેશી ખેલાડીમાંથી લગભગ આંદ્રે રસેલને જાળવી રાખશે.  ધોનીની ટીમ સીએસકે દ્રારા ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા અને લગભગ મોઇન અલીને રીટેન કરાશે.  જયારે આરસીબીએ વિરાટ કોહલી, યજુર્વેન્દ્ર ચહલ અને ગ્લેન મેકસવેલને રીટેન કરવાનું મન બનાવી લીધું છે. ચોથા ખેલાડી તરીકે હર્ષલ પટેના નામ પર વિપારણા કરી રહ્યંy છે. પંજાબ, રાજસ્થાન અને હૈદરાબાદની ટીમ મોટાભાગના ખેલાડીઓને છૂટા કરવાની યોજના બનાવી રહી છે. આ ત્રણેય ટીમ પાછલા ત્રણ સિઝનથી નબળો દેખાવ કરી રહી છે. જયારે બે નવી ફ્રેંચાઇઝીને બીસીસીઆઇએ ઓકશન પૂર્વે 3-3 ખેલાડીને પસંદ કરી લેવાની અનુમતિ આપી છે. જેમાં લખનઉ ટીમમાં કેએલ રાહુલ અને અમદાવાદ ફ્રેંચાઇઝીમાં હાર્દિક પંડયાને લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer