બીજા દિવસે સવારે નવા દડાથી ભારતને જલ્દીથી આઉટ કરશું: જેમિસન

બીજા દિવસે સવારે નવા દડાથી  ભારતને જલ્દીથી આઉટ કરશું: જેમિસન
કાનપુર તા.2પ: ન્યુઝીલેન્ડના ઝડપી બોલર કાઇલ જેમિસન પહેલા દિવસની રમત પછી એવો વિશ્વાસ વ્યકત કર્યોં કે આવતીકાલે મેચના બીજા દિવસે સવારે નવા દડાનો ફાયદો ઉઠાવીને અમે ભારતને જલ્દીથી ઓલઆઉટ કરવામાં સફળ રહેશું. કાનપુર ટેસ્ટના પહેલા દિવસે ભારતે 4 વિકેટે 2પ4 રન કર્યાં છે. આજની રમત બાદ મીડિયા સાથેની વાતચીતમાં કિવિ બોલર જેમિસને જણાવ્યું કે આશા છે કે આવતીકાલે સવારે નવો દડો વધુ સ્વિંગ થશે.આથી અમે તેમને જલ્દીથી આઉટ કરશું. અમારે સવારે સારી શરૂઆત કરવી જરૂરી છે. જેમિસને સ્વીકાર્યું કે ભારત થોડું આગળ ચાલી રહ્યંy છે. તે કહે છે કે અમે શરૂઆતમાં તેમને ઝટકા આપીને રોકી દીધા હતા, પણ વિવિધતાભરી ઉછાળવાળી વિકેટ પર બીજા સત્રમાં 3 વિકેટ ગુમાવવા છતાં ભારતે દિવસનો અંત સારી રીતે કર્યોં છે. વિદેશી જમીન પર પોતાનો ત્રીજો ટેસ્ટ રમી રહેલા જેમિસને કહ્યંy કે શરૂમાં થોડો સ્વિંગ મળતો હતો. જે બાદમાં બેઅસર થયો હતો. જેમિસને પહેલા દિવસે 47 રનમાં 3 વિકેટ લીધી છે.
જયારે પહેલા દિવસે બાવન રનની ઇનિંગ રમનાર ભારતીય બેટર શુભમન ગિલે કિવિ બોલર જેમિસનની પ્રશંસા કરતા કહ્યંy કે અમને આશા ન હતી કે તેના દડા આટલા સ્વિંગ થશે. તેણે જલ્દીથી રિવર્સ સ્વિંગ પણ મેળવ્યા. ગિલે લાંબા સમયે દર્શક સમક્ષ રમવાનો રાજીપો વ્યકત કર્યોં હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer