મોરબી : ડોલર-બિસ્કિટ કૌભાંડમાં પકડાયેલ ચીટર ત્રિપુટી બે દી’ના રિમાન્ડ પર

મોરબી : ડોલર-બિસ્કિટ કૌભાંડમાં પકડાયેલ ચીટર ત્રિપુટી બે દી’ના રિમાન્ડ પર
મોરબી, તા.રપ : મોરબીના લક્ષ્મીનગરમાં રહેતા બિપીન અરજણભાઈ પરમારને માળિયાના હરીપર પાસેથી અમેરિકન ડોલર અડધી કિંમતે આપવાના બહાને બોલાવ્યા બાદ અમેરિકન ડોલર બતાવી રૂ. 4.પ0 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ હતી. આ પ્રકરણમાં એલસીબીના સ્ટાફે મોરબીના વીસીપરામાં રહેતા હાસમ કરીમ મોવર, મોરબીના ઈન્દિરા નગરમાં રહેતા મુકેશ ઉર્ફે લાલો ખેગાર રાણવા અને મોરબીના કાન્તી નગરમાં રહેતા ઈમ્તિયાઝ યુનુસ અજમેરીને ઝડપી લઈ રૂ. ર0 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યે હતો અને ચીટર ત્રિપુટીને બે દિવસના રિમાન્ડ પર લઈ અન્ય કેટલા લોકોને શીશામાં ઉતાર્યા હતા. તે સંદર્ભે તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer