ગોંડલનાં રીબડા પાસે રાજકોટની યુવતીની પતિએ હત્યા કરી

ગોંડલનાં રીબડા પાસે રાજકોટની યુવતીની પતિએ હત્યા કરી
ચારિત્ર્યની શંકા અને ગૃહકલેશના કારણે પતિ કમ પ્રેમીએ ભરેલુ પગલું
ગોંડલ, તા.25 : ગોંડલ રાજકોટ નેશનલ હાઇ વે પર રીબડા ગામના ગેઇટ પાસે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલી લાશરાજકોટ યુવતી સંજના ઉર્ફે  સાજેદા નામની યુવતીની હોવાનું અને ચારિત્રયની શંકા અને ગૃહકલેશના કારણે તેના પતિ કમ પ્રેમી સંદીપ છગનભાઇ સગપરિયાએ તેની હત્યા કર્યાનું ખુલ્યું છે.પોલીસે તેના પતિની અટકાયત કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રીબડા ગામના ગેઇટ સામે જીન્સ અને ટી શર્ટ પહેરેલી આશરે 25 વર્ષની યુવતીની લાશ પડી હોવાની જાણ તાલુકા પોલીસને થતાં પીએસઆઇ એમ.જી.પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. લાશને પીએમ માટે ગોંડલ સરકારી દવાખાને ખસેડાયા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.
યુવતીની ઉંમરે આશરે 25થી 30 વર્ષની જણાય છે. યુવતીએ યદયyિજ્ઞક્ષય હજ્ઞદયત મશરરયયિક્ષાહું લખેલું પીળા કલરનું ટી શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલું હોય તેમજ ડાબા હાથમાં વીંટી, બંગડી, ગળામાં ચેન અને કાનમાં બુટ્ટી, નાકમાં બાલી પહેરેલી છે. ડાબા હાથની કોણીએ મસાનું મોટું નિશાન હોય તેના પરથી પોલીસે તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
યુવતીના પેટના ભાગે સિઝેરિયનથી ડિલેવરી થયેલા કે ઓપરેશન થયેલા ચેકાનું નિશાન તેમજ ડિલિવરી બાદ ત્રીઓને થતા ક્રેચ માર્કના નિશાન જોવા મળતા પોલીસ પ્રાથમિક દૃષ્ટિએ યુવતી પરિણીત અને શ્રમિક હોવાનું અનુમાન લગાવી રહી છે તેમજ અકસ્માતે વાહન પરથી પડી ગઈ હોય અથવા વાહનની અડફેટે ચડી ગઈ હોય માથામાં હેમરેજ જેવી ઈજા જોવા મળી હોવાનું પીએસઆઈ પરમારે જણાવ્યું હતું.
દરમિયાન રીબડા પાસેથી મળેલી યુવતીની લાશ રાજકોટની  સહકાર સોસાયટી વિસ્તારમાં રહેતી સંજના ઉર્ફે સાજેદાની હોવાનું ખુલ્યું હતું. આ વિગતના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને તેના મદદનીશોએ તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં એવી વિગત પ્રકાશમાં આવી હતી કે, મૃતક સંજના ઉર્ફે સાજેદા અને સંદીપ છગનભાઇ સગપરિયા વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી બન્ને પતિ-પત્નીની જેમ સાથે રહેતા હતાં. આ સબંધ દરમિયાન ચારિત્ર્ય પરની શંકા અને ઘરકંકાસના કારણે સાજેદા અને સંદીપ સગપરિયા વચ્ચે અવારનવાર ઝઘડા થતાંહતાં. રોજબરોજના કંકાસથી સંદીપ ગળે આવી ગયો હતો અને પ્રેમીકા કમ પત્ની સંજના ઉર્ફે સાજેદાને પતાવી દેવાનું નક્કી કર્યુ હતું અને રીબડા પાસે સંજના ઉર્ફે સાજેદાની હત્યા કરીને લાશને ત્યાં જ મૂકીને તે નાસી ગયો હતો. આ વિગતના આધારે પોલીસે તેના પતિ કમ પ્રેમી સંદીપ છગનભાઇ સગપરિયાની અટકાયત કરી હતી. આ બનાવ ગોંડલ તાલુકાની હદમાં બન્યો હોવાથી સંદીપને ગોંડલ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer