પાક.ની રાજનીતિમાં ઓડિયો ટેપથી ભૂકંપ

પાક.ની રાજનીતિમાં ઓડિયો ટેપથી ભૂકંપ
ઈસ્લામાબાદ,તા.2પ: પાકિસ્તાનની રાજનીતિમાં એક ઓડિયો ટેપથી ભૂકંપ સર્જાઈ ગયો છે. આ ઓડિયો ટેપમાં સંભળાતી વાતોને જો સાચી માનવામાં આવે તો બિલકુલ સાફ થઈ જાય છે કે ત્રણ વર્ષ પહેલા ઈમરાન ખાન માત્ર પાક. સેનાનાં જોરે જ સત્તામાં આવ્યા હતાં. આમાં તેનો કોઈ કરિશ્મા નહોતો. આટલું જ નહીં તેનાં પક્ષ પીટીઆઈને સરકાર રચવા પૂરતા મત પણ મળ્યા નહોતાં.
આ ટેપનો અમુક સેકન્ડનો હિસ્સો જ હજી બહાર આવ્યો છે પણ જલ્દી આખી ટેપ બહાર આવવાની સંભાવના છે. આ ટેપમાં
પાકિસ્તાનનાં પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસાર કોઈ અજાણ્યા શખસ સાથે વાત કરે છે અને તેમાં નિસાર કબૂલે છે કે, તેમનાં ઉપર પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેની પુત્રી મરિયમ નવાઝને દોષિત ઠરાવીને સજા આપવાનું દબાણ હતું. જેથી ઈમરાનને સત્તામાં લાવી શકાય. આમાં તે કહે છે કે પાક.માં ન્યાયપાલિકા સ્વતંત્ર નથી અને તેનાં ઉપર ફૌજનું દબાણ રહે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer