ચૂંટણી પહેલા ઉંચી ઉડાન : નોએડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહૂર્ત

ચૂંટણી પહેલા ઉંચી ઉડાન : નોએડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહૂર્ત
નવી દિલ્હી, તા.રપ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે બપોરે ગ્રેટર નોએડા ખાતે જેવરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહૂર્ત કરતાં કહ્યું કે આ ર1મી સદીનું નવું ભારત છે. હવે યુપીને ગરીબી, કૌભાંડી કે ખંડણીખોર જેવા મેણાં સાંભળવા નહીં પડે.
ઉત્તરપ્રદેશ વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટણી પહેલા એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ રાજકીય રીતે મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. પ્રસંગે મુખ્યમંત્રી યોગી, નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયા વગેરે હાજર રહ્યા હતા. યુપીનું આ કુલ 9મું અને પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. ખાતમુહૂર્ત બાદ વિશાળ જનસભાને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે નોએડાથી માંડી મુંબઈ સુધીના શહેરો પશ્ચિમ યુપી સાથે જોડાશે. ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત કે ઉદ્યોગકાર દરેકને આ પ્રોજેકટનો લાભ મળશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer