રાજકોટ જિલ્લામાં આજથી કોરોનાથી મૃત્યુની 50,000 સહાયનું ચૂકવણું શરૂ

રાજકોટ જિલ્લામાં આજથી કોરોનાથી મૃત્યુની 50,000 સહાયનું ચૂકવણું શરૂ
200થી વધુ લાભાર્થીના ખાતામાં ઓનલાઇન સહાય જમા કરાશે
(ફૂલછાબ ન્યુઝ) રાજકોટ, તા.25: કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ.50,000ની સહાયની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યા બાદ આવતીકાલથી રાજકોટ શહેર-જિલ્લામાં સહાયનું ચૂકવણું શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર-જિલ્લામાં બે દિવસમાં 422 જેટલા ફોર્મ ભરાઈને પરત આવ્યાં છે. જેની ચકાસણી ત્રણેય મામલતદાર કચેરીમાં ચાલી રહી છે. તેમાંથી 200 જેટલા લાભાર્થીઓને ડોક્યુમેન્ટની ચકાસણી કરી લેવામાં આવ્યા બાદ આ તમામ લાભાર્થીઓને આવતીકાલથી ઓનલાઇન ખાતામાં રૂ.50,000 જમા કરી દેવામાં આવનાર છે. આ ઉપરાંત કોરોના કાળમાં અન્ય જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાં સારવાર લેવા આવેલા દર્દીઓનું રાજકોટમાં મૃત્યુ થયું હોય તેના ફોર્મ પણ રાજકોટની કલેક્ટર કચેરીમાં આવીને ડિઝાસ્ટર શાખામાં સ્વીકારવામાં આવી રહ્યા છે અને આ ફોર્મ જે-તે જિલ્લામાં મોકલી આપવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer