અરવલ્લીની પેરોલ ફર્લો ટીમે 1 વર્ષમાં 101 વોન્ટેડ આરોપીને દબોચી લીધા

અરવલ્લીની પેરોલ ફર્લો ટીમે 1 વર્ષમાં 101 વોન્ટેડ આરોપીને દબોચી લીધા
મોડાસા,તા.24 : અરવલ્લી જિલ્લો એ અંતરિયાળ જિલ્લો હોવાથી રાજસ્થાન રાજ્યમાંથી દારૂ સહિત અનેંક ગુનાકિય પ્રવૃત્તિઓને અંજામ આપીને આરોપીઓ રાજસ્થાન તરફ ભાગી જતાં હેય છે, એટલું જ નહીં આલા આરોપીઓ પોલિસ પકડમાં ન આવે તે માટે જંગલ કે પહાડી વિસ્તારોમાં છુપાઈ જતાં હોય છે. આવા આરોપીઓને ઝડપી પાડવા માટે અરવલ્લી જિલ્લા પેરોલ સ્કવોર્ડની ટીમએ બીડુ ઝડપ્યું અને મોટી સફળતા મળી છે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા રેંજ આઈ.જી.અભય ચુડાસમાની દેખરેખ હેઠળ આરોપીઓને પકડવામાં વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું. જિલ્વા પોલીસ વડા સંજય ખરાતની દેખરેખ હેઠળ જિલ્લાની પરોલ ફલો સ્કવોર્ડનના પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે છેલ્લા એક વર્ષમાં એટલે કે, કોરોના કાળ પછી 101 વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવામાં સફળતા
 મળી છે.
નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે રેન્જ ટીમ અને જિલ્લા પેરોલ સ્કવોર્ડ પીએસઆઈ કે.એસ.સિસોદીયા તેમજ તેમની ટીમ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા પોલીસે ભિક્ષુક જેવા અનેક રૂપો ધારણ કર્યા હતાં. કેટલાક કિસ્સાઓમાં સરકારી વાહન ન જઈ શકે તેવી જગ્યાએ 4 થી 5 કિલો મીટર સુધી ચાલીને આરોપીઓ સુધી પહોંચવાના કિસ્સાઓ છે. આરોપીઓને પકડવા માટે કેટલીક વાર પેરોલ ફલો સ્કવોર્ડની ટીમને ગાઢ જંગલ વિસ્તારોમાં ઝાડી જાંખરામાં રાત્રી વોચ ગોઠવવી પડી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer