કેશોદના યુવાન સાથે કારની ડિલરશીપ આપવાના બહાને 33.67 લાખની છેતરપિંડી

જૂનાગઢ, તા.24: કેશોદમાં આલાપ કોલોની ખાતે રહેતા નિશિત રામભાઈ યાદવ ઉં.29 પોતાના મિત્ર જયદીપ સૂર્યકાંત ભલાણી સાથે ઈલે.મોટો એન્ટરપ્રાઈઝ નામે પેઢી ધરાવે છે. નિશિતે ત્રણ માસ પહેલા ગુગલમાં સર્ચ કરીને રિવોલ્ટ મોટર્સની ડિલરશીપ માટે વેબસાઈટ ઉપર વિગતો ભરેલી હતી ત્યારબાદ કોઈ રવિ પાંડે નામના હિન્દી ભાષા તેને હરિયાણા ગુડગાંવથી ફોન કરીને મોટર્સની ડિલરશીપ આપવા માટે ફોન કર્યો હતો અને બાદમાં તેના હેડ રાહુલ મેથ્યુ નામના શખસે પણ ફોન કરીને કારની ડિલરશીપ આપવા માટે નિશિત પાસેથી બે મહિનાના સમયગાળામાં રજિસ્ટ્રેશન સી પડે 1.35 લાખ ત્યારબાદ જામનગર ખાતે ભાડેથી જગ્યા રાખવા માટે 5.25 લાખ અને લાયસન્સ ફી પેટે 11.55 લાખ અને સિક્યુરિટી ડિપોઝિટ પેટે 15.55 લાખ મળીને કુલ 33.67 લાખ આરટીજીએસસી પોતાના ખાતામાં મેળવીને બાદમાં ડિલરશીપ નથી આપતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું નિશિત યાદવને લાગતા તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. કેશોદ અગતરાય તાલુકા હેલ્થ ઓફિસમાં આયુસ મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા અમીરાજ રાજેન્દ્રકુમાર બગથરીયાને કોઈ અજાણ્યા શખસે એસબીઆઈ બેંકના કર્મચારી હોવાનું જણાવીને તેમને ક્રેડિટ કાર્ડ વધારાના ચાર્જિસ લાગેલ હોય રિફંડ થશે તેવી લાલચ આપીને એક મેસેજ મોકલ્યો હતો અને તે મેસેજના આધારે તેના એસબીઆઈના ક્રેડિટ કાર્ડના નંબર અને ઓટીપી મેળવી તેમના ખાતામાંથી 45,392 રૂપિયા ટ્રાન્સફર કરી લઈને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
 

© 2022 Saurashtra Trust