જૂ. હોકી વર્લ્ડ કપના પ્રારંભે ભારતની ફ્રાંસ સામે 4-5થી આંચકારૂપ હાર

જૂ. હોકી વર્લ્ડ કપના પ્રારંભે ભારતની ફ્રાંસ સામે 4-5થી આંચકારૂપ હાર
ગોલ (શ્રીલંકા), તા.24: શ્રીલંકા વિરૂધ્ધના પ્રથમ ટેસ્ટમાં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ પર હાર તોળાઇ રહી છે. આજે મેચના ચોથા દિવસની રમતના અંતે 348 રનના વિજય લક્ષ્યાંક સામે વિન્ડિઝનો ધબડકો થયો હતો અને ફકત બાવન રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આથી કેરેબિયન ટીમ હજુ 296 રન પાછળ છે અને માત્ર 4 વિકેટ જ હાથમાં છે. શ્રીલંકાને પહેલા ટેસ્ટમાં જીત માટે 4 વિકેટની જ જરૂર છે. જો કે આ માટે વરસાદનું વિધ્ન નડી શકે છે. વેસ્ટ ઈન્ડિઝનો આજે પહેલો દાવ 230 રને સમાપ્ત થયો હતો. આ પછી શ્રીલંકાએ ઝડપી બેટિંગ કરીને તેનો બીજો દાવ 4 વિકેટે 191 રને ડિકલેર કર્યોં હતો. જેમાં સુકાની દિમૂથ કરૂણારત્નેના 83 અને અનુભવી એન્જલો મેથ્યૂસના 69 રન મુખ્ય હતા. કરૂણારત્નેએ પહેલા દાવમાં સદી કરી હતી. વિન્ડિઝને જીત માટે 348નું લક્ષ્યાંક મળ્યું હતું, પણ બાવન રનમાં 6 વિકેટ ગુમાવી દીઘી હતી. સ્પિનર રમેશ મેન્ડિસે 4 વિકેટ લીધી હતી.
મેચનો આવતીકાલે ગુરુવારે અંતિમ દિવસ છે. સ્થાનિક હવામાન ખાતાએ વરસાદની આગાહી કરી છે. આથી શ્રીલંકાની ટીમ જેમ બને તેમ જલ્દીથી વિન્ડીઝ ટીમને ઓલ આઉટ કરવાનો પ્રયાસ કરશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer