બિગ બેશ લીગમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનનાર હરમનપ્રિત પહેલી ભારતીય ખેલાડી

બિગ બેશ લીગમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનનાર હરમનપ્રિત પહેલી ભારતીય ખેલાડી
નવી દિલ્હી તા.24: અનુભવી બેટર હરમનપ્રિત કૌર ઓસ્ટ્રેલિયાની મહિલા બિગ બેશ ટી-20 લીગમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનનારી પહેલી ભારતીય ખેલાડી બની છે. હરમનપ્રિતે આ સિઝનમાં મેલબોર્ન રેનેગેડસ તરફથી ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય મહિલા ટી-20 ટીમને કપ્તાને આ સિઝનમાં 66.પ0ની સરેરાશ અને 13પ.2પની સ્ટ્રાઇક રેટથી ત્રણ મેચ વિનિંગ ફિફટીથી કુલ 399 રન કર્યાં છે. પોતાની ટીમ તરફથી સર્વાધિક રન કરવાનો સાથોસાથ હરમનપ્રિતે 1પ વિકેટ પણ લીધી છે. તેની ઇકોનોમી 7.46 જેવી કરકસરયુકત રહી છે. આથી તે બિગ બેશ લીગમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બની છે. તેણે આ એવોર્ડ બેથ મૂની અને સોફી ડિવાઇસ જેવી સ્ટાર ખેલાડીને પાછળ રાખીને હાંસલ કર્યોં છે. હરમનપ્રિત આ એવોર્ડ હાંસલ કરનારી ફકત ત્રીજી વિદેશી ખેલાડી છે.
એવોર્ડ હાંસલ કર્યાં બાદ મહિલા આઇપીએલ વિશે હરમનપ્રિત કૌરે કહ્યંy કે અમે ઘણા સમયથી આશા બનાવી રાખી છે કે મહિલા આઇપીએલ શરૂ થશે. જે હવે બહુ દૂર નથી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer