અંબાણીને ઓવરટેક કરતાં અદાણી

અંબાણીને ઓવરટેક કરતાં અદાણી
એશિયાના સૌથી શ્રીમંત અંબાણીનો તાજ છીનવાયો: પહેલીવાર ગૌતમ અદાણી ટોચ પર

નવીદિલ્હી, તા.24: એશિયાનાં સૌથી ધનાઢય અબજપતિ મુકેશ અંબાણીનો તાજ છીનવાઈ ગયો છે. પહેલીવાર અદાણી સમૂહના વડા ગૌતમ અદાણી હવે સંપત્તિની દોટમાં મુકેશ અંબાણીની આગળ નીકળી ગયા છે.
રિલાયન્સનાં શેરમાં કડાકા વચ્ચે અદાણીની મિલકત જે ઝડપથી વધી છે તેને પગલે મુકેશ અંબાણી અદાણી કરતાં પાછળ આવી ગયા છે.  બ્લૂમબર્ગનાં અબજોપતિના આંક અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ 91 અબજ ડોલર છે અને તેઓ હાલમાં દુનિયાના 12મા સૌથી પૂંજીપતિ વ્યક્તિ છે જ્યારે ગૌતમ અદાણીની દોલત 88.7 અબજ ડોલરનાં સ્તરે છે. આમ, ગૌતમ અદાણી અંબાણીથી માત્ર એક ક્રમ પાછળ એટલે કે 13મા છે. અદાણીની મિલકત અંબાણી કરતા 2 અબજ ડોલર જેટલી ઓછી છે. જો કે આ આંકડા આગામી 24 કલાકમાં સુધરશે પછી અદાણી આગળ અને અંબાણી પાછળ આવી જશે. રિલાયન્સના શેરમાં સતત થઈ રહેલો ભાવઘટાડો મુકેશની સંપત્તિમાં વૃદ્ધિ મંદ થવાનું પ્રમુખ કારણ છે. ચાલુ સપ્તાહમાં જ રિલાયન્સના શેરોમાં પ ટકા જેટલો મોટો કડાકો બોલી ગયેલો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer