જામનગરની દરિયાઈ ખાડીમાંથી યુપીના યુવાનનો મૃતદેહ મળ્યો

જામનગરની દરિયાઈ ખાડીમાંથી યુપીના યુવાનનો મૃતદેહ મળ્યો
જામનગર,તા.રર:જામનગરનાં ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક આવેલી દરિયાઈ પાણીથી ભરપુર એક ખાડીમાં ગઈકાલે સાંજે એક અજાણ્યા વ્યક્તિ પોતાની પાસે રહેલી બેગ ખાડીના કાંઠે મૂકી ખાડીમાં પડયા હોવાની કોઈએ પોલીસ તથા ફાયર બ્રિગેડને જાણ કરતા રેલવે પોલીસનો કાફલો તેમજ ફાયર બ્રિગેડનાં જવાનો ધસી ગયા હતા. ફાયરનાં જવાનોએ ખાડીમાં ઉતરી તે યુવાનની શોધખોળ શરૂ કરી હતી અને રેલવે પોલીસે કાંઠે પડેલી બેગનો કબજો લીધો હતો. એક અજાણ્યા વ્યક્તિએ ઉપરોકત યુવાનને ખાડીમાં પડતો જોયો હોવાની પણ વિગત પોલીસ સુધી પહોંચતા પોલીસે તે વ્યક્તિની પણ શોધ કરી હતી. પોલીસને બેગમાંથી બે ઓળખપત્ર ઝબ્બે લીધા છે. જેમાં તે યુવાનનું નામ હેમતકુમાર દ્વિવેદી વગેરે બાબતો પોલીસને મળવા પામી હતી.
મોડી સાંજ સુધી ફાયરનાં જવાનોએ ખાડામાં તે યુવાનને શોધવાની જહેમત કરી હતી. પરંતુ તે યુવાનનો પત્તો સાંપડયો ન હતો. તે પછી સવારે ફરીથી શોધખોળ કરાતા આ યુવાનનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો છે. મૃતક મૂળ ઉત્તરપ્રદેશનો હોવાની પ્રાથમિક વિગત મળી છે. પોલીસે તેની બેગમાંથી સાંપડેલી કેટલીક ચિઠ્ઠી વગરે સાહિત્યમાંથી જોવા મળેલ ફોન નંબર પર સંપર્ક કરવાનો પ્રયત્ન શરૂ કર્યો છે.
લોઅર્સ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer