અભિનેતાએ ચલાવી ગોળી, ફિલ્મના સેટ પર ગઈ એક જાન

અભિનેતાએ ચલાવી ગોળી, ફિલ્મના સેટ પર ગઈ એક જાન
નવી દિલ્હી, તા. 22 : ફિલ્મોમાં અનેક વખત એવાં દ્રશ્ય જોયાં હશે જેમાં કોઈ વ્યક્તિથી ભૂલથી ગોળી ચાલે અને કોઈનું મૃત્યુ થાય પરંતુ હાલમાં એક ફિલ્મના સેટ પર સાચે જ આવી ઘટના બની ગઈ હતી જેમાં એક અભિનેતાએ શૂટિંગ દરમ્યાન ગોળી ચલાવી અને તે સીધી સીનેમેટોગ્રાફરને લાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું. અભિનેતા એલેક બાલ્ડવિને પોતાની આગામી ફિલ્મ ‘રસ્ટ’ના શૂટિંગમાં આ ગોળી ચલાવી હતી. ખાસ વાત એ છે કે જે બંદૂકથી આ ગોળી ચલાવવામાં આવી હતી તેનો ઉપયોગ ફિલ્મમાં કરવામાં આવી રહ્યો હતો. ફિલ્મના સેટની તસવીર વાયરલ થઈ રહી છે. ફિલ્મ ‘રસ્ટ’નું શૂટિંગ ન્યૂ મેક્સિકોના સાંતા ફેમાં બોનાન્ઝા ક્રીક ચેન્ચ પર કરવામાં આવી રહ્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામનારા સિનેમેટોગ્રાફર હલિના હચિન્સની વય 42 વર્ષની હતી. 48 વર્ષીય નિર્દેશક જોએલ સૂજાને પણ ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કહ્યું હતું કે હજુ સુધી કોઈ ફોજદારી મામલો નોંધવામાં આવ્યો નથી અને ઘટનાની તપાસ જારી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer