યોગેન્દ્ર યાદવને સસ્પેન્ડ કરતો સંયુક્ત કિસાન મોરચો

યોગેન્દ્ર યાદવને સસ્પેન્ડ કરતો સંયુક્ત કિસાન મોરચો
લખીમપુર હિંસામાં મૃતક ભાજપ કાર્યકરના ઘેર જતાં પડઘો
નવી દિલ્હી, તા.રર : સંયુક્ત કિસાન મોરચાથી અને 9 સદસ્યોની કમીટિથી યોગેન્દ્ર યાદવને એક માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. યોગેન્દ્ર યાદવ લખીમપુર ખીરી હિંસામાં મૃત્યુ પામેલા ભાજપ કાર્યકરના ઘેર ગયા હતા જેને આવા પગલાં પાછળનું કારણ માનવામાં આવે છે. લખીમપુર ખીરીમાં ખેડૂતોના કાર હેઠળ કચડાઈને મૃત્યુ અને ત્યાર બાદ ભડકેલી હિંસામાં થયેલા મૃત્યુ બાદ મોટાભાગના પક્ષના આગેવાનો પીડિત પરિવારોને મળવા દોડી ગયા હતા. યાદવ ભાજપ કાર્યકરના ઘેર જતાં કિસાન મોરચો નારાજ હોવાનું કહેવાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer