હવે ઓરિસ્સા કોંગ્રેસમાં ડખ્ખો

હવે ઓરિસ્સા કોંગ્રેસમાં ડખ્ખો
નવી દિલ્હી, તા.રર : અનેક રાજ્યોમાં આંતરિક વિખવાદથી ત્રસ્ત કોંગ્રેસને હવે ઓરિસ્સામાં ઝટકો લાગ્યો છે. રાજ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ, અગ્રણી આદિવાસી નેતા તથા પૂર્વ સાંસદ પ્રદીપ માઝીએ પાર્ટી સાથે છેડો ફાડયો છે. તેઓ બીજુ જનતા દળ સાથે જોડાય તેવા સંકેત છે.
ર0રરની શરૂઆતમાં રાજયમાં પ્રસ્તાવિત પંચાયત ચૂંટણી પહેલા કોંગ્રેસની ચિંતા વધી છે. પ્રદીપ માઝીએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામાની જાણ કરતો પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યંy કે ‘તમને ખૂબ જ સમ્માન સાથે એ જણાવવા ઈચ્છુ છુ કે હું કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું. આ માહિતી આપતાં મને ખૂબ દુ:ખ-દર્દ છે.’ માઝીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં રહેતા લોકોની સેવા કરવી સંભવ નથી. છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં વિવિધ પદો પર બેઠેલા લોકોએ લીધેલા ખોટા નિર્ણયો અને યોગ્ય રીતે કામ ન કરવાથી પાર્ટીએ સતત પોતાનો ભરોસો ગુમાવ્યો છે. જેને ફરી મેળવવામાં કદાચ લાંબો સમય લાગશે.
પંજાબ કોંગ્રેસના પ્રભારી પદે હરિશ રાવત મુક્ત
નવી દિલ્હી, તા.રર : પંજાબમાં કોંગ્રેસે મુખ્યમંત્રી બદલ્યા બાદ હવે રાજ્યના પ્રભારી બદલ્યા છે. પંજાબ કોંગ્રેસમાં મહત્ત્વના બદલાવમાં પાર્ટીના સિનિયર નેતા-રાજ્ય પ્રભારી હરીશ રાવતના સ્થાને કેબિનેટ મંત્રી હરીશ ચૌધરીને પંજાબ અને ચંડીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા શુક્રવારે જાહેર કરાયુ કે હરીશ રાવત કોંગ્રેસ કારોબારીના અધ્યક્ષ તરીકે યથાવત રહેશે.
ઉત્તરાખંડમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ હરીશ રાવતને પંજાબના પ્રભારી તરીકે મુક્ત કરાયાનું માનવામાં આવે છે. તેમણે આવી ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી ઉત્તરાખંડમાં તેઓ વધુ ધ્યાન આપી શકે. નવા પ્રભારી હરીશ ચૌધરી મૂળ રાજસ્થાનના છે અને ર017માં પંજાબના સહપ્રભારી હતા.
 
��ન ફોલોઅર્સ છે. બની શકે છે કે ટી-20 વર્લ્ડ કપ દરમિયાન કોહલી નેમારથી આગળ નીકળી શકે છે. ઇંસ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના નામે છે. તેના 3પ8 મિલિયન ફોલોઅર્સ છે. બીજા નંબર પરના લિયોનલ મેસ્સીના 276 મિલિયન ફોલોઅર્સ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer