ઇંસ્ટા પર 150 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવનાર વિરાટ પહેલો એશિયન

ઇંસ્ટા પર 150 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવનાર વિરાટ પહેલો એશિયન
નવી દિલ્હી, તા.22: ભારતીય કપ્તાન વિરાટ કોહલીને તેની આક્રમક બેટિંગ અને અવિરત સફળતાને લીધે વિશ્વ નંબર વન ક્રિકેટર માનવામાં આવે છે. ક્રિકેટના કિંગ ગણાતા કોહલીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામ પર લાખો ચાહકો છે. જેની સંખ્યા વધતી જ રહે છે. જેથી બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર નેમારને પાછળ રાખવાની નજીક કોહલી પહોંચી ગયો છે.
ઇંસ્ટાગ્રામ પર વિરાટ કોહલીના ફોલોઅર્સની સંખ્યા માર્ચ મહિનામાં 100 મિલિયન એટલે કે એક કરોડને પાર પહોંચી હતી. આ જાદુઇ આંકડે પહોંચનારો કોહલી દુનિયાનો એકમાત્ર ક્રિકેટર છે. જ્યારે રમતની દુનિયાનો ઓવરઓલ ચોથો ખેલાડી બન્યો હતો. સેલિબ્રિટી લીસ્ટમાં તે 23મો શખસ હતો જેના ઇંસ્ટા પર એક કરોડથી વધુ ચાહકો હોય. હવે વિરાટ કોહલીએ 1પ0 મિલિયનનો આંકડો પાર કરી લીધો છે. અહીં પહોંચનારો તે પહેલો એશિયન બન્યો છે. હાલ તેના 162 મિલિયન ફોલોઅર્સ છે. જ્યારે નેમારના ઇંસ્ટા પર 163 મિલિયિન ફોલોઅર્સ છે. બની શકે છે કે ટી-20 વર્લ્ડ કપ દરમિયાન કોહલી નેમારથી આગળ નીકળી શકે છે. ઇંસ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના નામે છે. તેના 3પ8 મિલિયન ફોલોઅર્સ છે. બીજા નંબર પરના લિયોનલ મેસ્સીના 276 મિલિયન ફોલોઅર્સ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer