બોલિવૂડનું કપલ રણવીર-દીપિકા IPLની ટીમ ખરીદવાની રેસમાં

બોલિવૂડનું કપલ રણવીર-દીપિકા IPLની ટીમ ખરીદવાની રેસમાં
મુંબઇ, તા.22: આઇપીએલની નવી સિઝનમાં બે નવી ટીમનો ઉમેરો થવાનો છે. આ બે ફ્રેંચાઇઝી ખરીદવા માટે ફૂટબોલની મોટી કલબ માંચેસ્ટર યૂનાઇટેડ પણ રેસમાં છે. આ ઉપરાંત અદાણી ગ્રુપ, ટોરેન્ટ ગ્રુપ, જિંદાલ જૂથ સહિતના બીજા કેટલાક ટોચના ઉદ્યોગપતિઓ આઇપીએલની ટીમ ખરીદવા ઇચ્છુક છે. હવે આજે તેમાં બોલિવૂડનું સ્ટાર કપલ રણવીરસિંહ અને દીપિકા પાદુકોણેનું નામ ઉમેરાયું છે. બોલિવૂડ હિરો રણવીરસિંહ અને તેની પત્ની હિરોઇન દીપિકા પાદુકોણેએ આઇપીએલની નવી ફ્રેંચાઇઝી ખરીદવા માટે બિડિંગ કરવાનું નક્કી કર્યું છે. આઇપીએલમાં હાલ બોલિવૂડના સ્ટાર શાહરૂખ ખાન અને જૂહી ચાવલાની ફ્રેંચાઇઝી કોલકતા નાઇટ રાઇડર્સ છે. જયારે પ્રીતિ ઝિંટા પંજાબ કિંગ્સની સહમાલિક છે.
બીસીસીઆઇએ આઇપીએલની બે નવી ફ્રેંચાઇઝી માટે ઓનલાઇન બિડિંગ 2પ ઓકટોબરથી રાખી છે. જેમાં બે સૌથી મોટી બોલી લગાવનારને ટીમ મળશે. દીપિકા તો પહેલેથી સ્પોર્ટ સાથે સંકળાયેલી છે. તેના પિતા પ્રકાશ પાદુકોણે પૂર્વ વિશ્વ નંબર વન બેડમિન્ટ ખેલાડી હતા. જ્યારે રણવીરસિંહ 83 નામની ફિલ્મમાં કપિલદેવનું પાત્ર ભજવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ એક ફ્રેંચાઇઝીની બેઝ પ્રાઇસ બે હજાર કરોડ રાખશે અને આ માટે ચાર હજાર કરોડથી વધુની બોલી લાગી શકે છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer