ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેનો સ્થગિત આખરી ટેસ્ટ આવતા વર્ષે જુલાઈના પ્રારંભે રમાશે

ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેનો સ્થગિત આખરી ટેસ્ટ આવતા વર્ષે જુલાઈના પ્રારંભે રમાશે
લંડન, તા.22: કોરોના સંકટને લીધે મુલતવી રહેલા પાંચ ટેસ્ટની શ્રેણીનો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો આખરી ટેસ્ટ મેચ હવે તા. 1 જુલાઇથી પ જુલાઇ-2022 દરમિયાન રમાશે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આજે આ જાહેરાત કરી છે. પાંચ મેચની આ ટેસ્ટ શ્રેણીમાં ભારત 2-1થી આગળ ચાલી રહ્યંy છે. પાંચમો અને આખરી ટેસ્ટ તા. 1 જુલાઇથી એજબેસ્ટનમાં રમાશે. આ મેચ પહેલા સપ્ટેમ્બરમાં રમાવાનો હતો. ત્યારે ભારતીય કોચ રવિ શાત્રી સહિતના બીજા સપોર્ટ સ્ટાફના સભ્યો કોરોનાની ઝપટે ચડી ગયા હતા. આથી મેચને મોકૂફ રાખવામાં આવ્યો હતો. જુલાઇના ઇંગ્લેન્ડ પ્રવાસમાં એક ટેસ્ટ મેચ ઉપરાંત ત્રણ વન ડે અને ત્રણ ટી-20 મેચની શ્રેણી પણ રમશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer