રૂા. 200 કરોડની વસૂલીનાં કૌભાંડમાં નોરાની પૂછતાછ: જેક્લીનને પણ સમન્સ

રૂા. 200 કરોડની વસૂલીનાં કૌભાંડમાં નોરાની પૂછતાછ: જેક્લીનને પણ સમન્સ
નવી દિલ્હી, તા. 14 : દિલ્હીની તિહાર જેલમાંથી રૂા. 200 કરોડની વસૂલીનાં કૈભાંડમાં પ્રવર્તન નિર્દેશાલયે (ઈડી) આજે બોલીવૂડની ડાન્સર અભિનેત્રી નોરા ફતેહીની પૂછતાછ કરી હતી. ઈડીના સમન્સને લઈને નોરા આજે એજન્સીની નવી દિલ્હી સ્થિત કચેરીએ પહેંચી હતી, જ્યાં તેની પૂછપરછ કરાઈ હતી. દરમ્યાન, જાણીતી અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝને ઈડીએ હાજર થવા માટે ત્રીજી વાર સમન્સ મોકલ્યું છે અને પૂછતાછ માટે આવતી કાલે એમટીએનએલ સ્થિત ઈડીની કચેરીએ બોલાવી છે.
ઉલ્લેખનીય છે કે આ કૈભાંડમાં સુકેશ ચંદ્રશેખર અને કથિત પત્ની અભિનેત્રી લીના પાલ જેલમાં છે અને સુકેશે નોરાને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરી હતી. તો જેક્લીનને પણ નિશાન બનાવી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer