મોદીના નામે મત મળે તેની હવે ગેરન્ટી નથી : કેન્દ્રીય મંત્રી

મોદીના નામે મત મળે તેની હવે ગેરન્ટી નથી : કેન્દ્રીય મંત્રી
ઈન્દ્રજીતસિંહે કહ્યું, હરિયાણા જીતવા ભાજપે સંઘર્ષ કરવો પડશે
નવી દિલ્હી, તા. 14 : પીએમ મોદીની લોકપ્રિયતા વડાપ્રધાન બન્યા બાદ સતત વધી રહી છે. દેશમાં સામાન્ય ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં ઘણી વખત મત મોદીના નામ અને ચહેરા ઉપર મળે છે. જે સભાઓને મોદી સંબોધન કરે છે ત્યાં પાર્ટીના પક્ષમાં મતની ટકાવારી વધે છે. જો કે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા કિસાન આંદોલને આ પરિસ્થિતિમાં નકારાત્મક અસર કરી છે. કિસાન આંદોલનમાં સૌથી વધારે પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીના કિસાનો સામેલ છે. જેને લઈને કેન્દ્રીય મંત્રી ઈન્દ્રજીત સ્ંિહે પક્ષની આંતરિક બેઠકમાં કહ્યું છે કે ભાજપને ત્રીજી વખત હરિયાણા જીતવા સંઘર્ષ કરવો પડશે. હવે મોદીના નામે મત નહી મળે.
બેઠકમાં ઈન્દ્રજીત સિંહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના આર્શીવાદ તેમના ઉપર છે રાજ્ય ઉપર પણ છે. જો કે તેમના નામે મત મળશે તેની હવે કોઈ ગેરન્ટી નથી. તેઓ ઈચ્છે છે કે મતદાતા મોદીના નામે મત આપે. પરંતુ ભાજપ કાર્યકરો ઉપર નિર્ભર છે કે મત અપાવે. કારણ કે તેઓ જમીની સ્તરે જોડાયેલા છે. ઈન્દ્રજીત સિંહનો  એક વિડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ આ તમામ બાબતો બોલતા જોવા મળી રહ્યા છે

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer