સવાલ રૂ.21,000 કરોડનો !

સવાલ રૂ.21,000 કરોડનો !
નવી દિલ્હી, તા.14: દેશમાં કોલસાનો પૂરતો સ્ટોક હોવાનો સરકારી દાવો અને વીજ સંકટની કોઈ સ્થિતિ ન હોવાના આશ્વાસન વચ્ચે રાજ્યોએ કોલ ઇન્ડિયાને બાકી રૂ.ર1,000ની ચુકવણી નહીં કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દેશમાં 7પ ટકા વીજળીનું ઉત્પાદન કોલસા આધારિત પ્લાન્ટથી થાય છે. કોલસાનું ઉત્પાદન કરતાં રાજ્યોમાં ભારે વરસાદ, પૂરની સ્થિતિ, કોલસાના વહનમાં અડચણો ઉપરાંત કોલસા ખનનમાં આવેલો ઘટાડો પ્રવર્તમાન સ્થિતિ માટે જવાબદાર કારણો છે. આ સમસ્યાઓ ઉપરાંત સરકારે અન્ય જે કારણનો ઉલ્લેખ કર્યો છે તેમાં રાજ્ય સરકારોએ કોલ ઇન્ડિયાને કોલસાની બાકી રકમ ચૂકવી નથી. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ સમીક્ષા બેઠક યોજી હતી ત્યારે સામે આવ્યું કેરાજયોએ કોલ ઇન્ડિયાને રૂ.ર1,000 કરોડ ચૂકવવાના બાકી છે. રાજ્ય સરકારોએ પેમેન્ટ તો ન કર્યું સાથોસાથ પોતાના હિસ્સાનો કોલસો પણ ઉઠાવ્યો નથી. જેને કારણે કોલસાની અછતની સ્થિતિ સર્જાઈ છે.
જે રાજ્યોએ કોલ ઇન્ડિયાને નાણાં ચૂકવવાના બાકી છે તેમાં મહારાષ્ટ્રએ ર600 કરોડ, બંગાળે ર000 કરોડ, તમિલનાડુ અને મધ્યપ્રદેશે 1000 કરોડ, કર્ણાટકે ર3 કરોડ તથા રાજસ્થાને ર80 કરોડ ચૂકવવાના બાકી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer