-તો પાક. પર ફરી સર્જિકલ સ્ટ્રાઇક: શાહ

-તો પાક. પર ફરી સર્જિકલ સ્ટ્રાઇક: શાહ
નવી દિલ્હી, તા. 14 : ભારત વિરુદ્ધ આતંકવાદને સતત પ્રોત્સાહન અને સહાય કરતા પાકિસ્તાનને ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ ચેતવણી આપી છે. શાહે જણાવ્યું છે કે જો પાકિસ્તાને (યુદ્ધવિરામનું) ઉલ્લંઘન બંધ કર્યું નહીં અને કાશ્મીરમાં આમ નાગરિકોની હત્યાઓનો ખેલ બંધ થયો નહીં, તો તેના પર ફરી એક વાર સર્જિકલ સ્ટ્રાઈક કરી શકાય છે. પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈક યાદ કરાવતાં ગૃહ મંત્રીએ કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈકથી સાબિત થઈ ચૂક્યું છે કે અમે હુમલા સાંખી લેશું નહીં. જો તમે ઉલ્લંઘન કરશો તો વધુ સર્જિકલ સ્ટ્રાઈક થશે.
શાહે દક્ષિણ ગોવામાં ધરબોન્દ્રામાં નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટીની પાયાવિધિ કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પારિકરની દેખરેખમાં થયેલી સર્જિકલ સટ્રાઈક એક મહત્ત્વનું પગલું હતું. અમે એ સંદેશ આપી દીધો હતો કે ભારતીય સરહદોને કોઈ પરેશાન કરી શકશે નહીં. એક સમય વાતચીતનો હતો, પણ હવે સમય પ્રતિક્રિયાનો છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની તેમજ પાકપ્રેરિત આતંકવાદીઓ છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીરમાં બેફામ બન્યા છે અને ખીણમાં અનેક નિર્દોષ લોકોની હત્યા કરી છે. ખાસ કરીને હિન્દુ નાગરિકોને લક્ષ્ય બનાવાય છે. નાપાક હરકતોને લઈને દેશભરમાં રોષ ફેલાયેલો છે અને પાકિસ્તાન સામે ફરી એકવાર કડક કાર્યવાહીની માગણી થઈ રહી છે, ત્યારે જ ગૃહ મંત્રીએ પાકને સર્જિકલ સ્ટ્રાઈકની સ્પષ્ટ ચેતવણી આપી છે. ભારતે 29મી સપ્ટેમ્બર, 2016માં ઉરી હુમલા બાદ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને પાકને મોટી ફટકાર લગાવી હતી. તો ગયા વર્ષે પુલવામા હુમલા બાદ ભારતે બાલાકોટ હુમલો કર્યો હતો.
��ાયદો બહુ ઉપયોગી છે અને એનાથી સરકાર અને એની કામગીરી મુદ્દે જનતા જવાબ માગી શકે છે. આવો કાયદો નબળો પડે કે પાડી દેવાય તો સરકારે એ માટે યોગ્ય પગલાં લેવા જ જોઈએ.  ��ઇ રૈયાણી-14, હરેશભાઇ વોરા-18, રાજુભાઇ સખિયા-23, ભવાનભાઇ સાવલિયા-46, લક્ષ્મણભાઇ સાવલિયા -16 મળ્યા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer